પાકિસ્તાનની આયાતો ઉપર ૨૦૦ ટકા ડ્યુટી લાગુ કરાઈ

મુંબઈ, તા. ૧૮
પુલવામામાં ભીષણ આતંકવાદૃી હુમલો કરવામાં આવ્યા બાદૃ પાકિસ્તાન સામે કાર્યવાહીના ભાગરૂપ્ો એક પછી એક પગલાં લેવામાં આવી રહૃાા છે. આના ભાગરૂપ્ો ભારત્ો પાકિસ્તાનથી આયાત કરવામાં આવતી તમામ ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ૨૦૦ ટકા સુધી કરી દૃેતા યોગ્ય જવાબ વેપારમાં કારોબાર ક્ષેત્રે પણ પાકિસ્તાનન્ો આપવામાં આવ્યો છે. આયાત ડ્યુટી ૨૦૦ ટકા કરી દૃેવાનો મતલબ એ થયો કે પાકિસ્તાનમાંથી તમામ પ્રકારની ચીજવસ્તુઓની આયાત ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. જાણકાર લોકોનું કહેવું છે કે કસ્ટમ ડ્યુટીમાં આ જંગી વધારો કરાયા બાદૃ પાકિસ્તાનની કમર ત્ાૂટી જશે. પાકિસ્તાન પરથી ભારતમાં આવતી ચીજવસ્તુઓ જંગી કસ્ટમ ડ્યુટી હેઠળ પાકિસ્તાન આયાત કરી શકશે નહીં. અન્ય આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓની સરખામણીમાં પાકિસ્તાનની ચીજવસ્તુ ત્ોન્ો વધુ મોંઘી પડશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનન્ો ખૂબ મુશ્કેલી નડી શકે છે. ઉપરાંત ભારત્ો કસ્ટમ ડ્યુટી ૨૦૦ ટકા કરવાના એક દિૃવસ પહેલા જ પાકિસ્તાનન્ો આપવામાં આવેલા મોસ્ટ ફેવર્ડ ન્ોશનના દૃરજ્જાન્ો પણ ખેંચી લીધો હતો.