‘મારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી’ હાઈકોર્ટના જજ શિક્ષણ મંત્રીથી ખફા

  • ‘મારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી’ હાઈકોર્ટના જજ શિક્ષણ મંત્રીથી ખફા
    ‘મારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી’ હાઈકોર્ટના જજ શિક્ષણ મંત્રીથી ખફા

અમદૃાવાદૃ,તા.૧૨
રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટને લઈ હાઈકોર્ટના જજ પરેશ ઉપાધ્યાય ભારે નારાજ થયા છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે શિક્ષણમંત્રી ચુડાસમાના વલણથી નારાજ થતાં તીખી આલોચના કરતાં જણાવ્યું કે, હું પાર્લામેન્ટ સામે મહાભિયોગનો સામનો કરવામાં ઓછો અપમાનિત થઈશ. પરંતુ જો કોઈ એવો આક્ષેપ કરે કે, કોર્ટ કોઈની પાછળ કામ કરે છે તો ત્ો ચલાવી લેવાશે નહીં. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ભૂપેન્દ્રિંસહના વકીલ ચિત્રજીત ઉપાધ્યાયને કહૃાું કે, શું તમે ચીફ જસ્ટિસને રજૂઆત કરીને આ મેટર અન્ય બેન્ચ સમક્ષ મુકવા રજૂઆત કરવા માંગો છો? આ કોર્ટમાં પુરી પારદૃર્શિતાથી કાર્યવાહી થાય છે. તેની બધાને ખબર છે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, નક્કી કરી લો. હું આ મેટરને નોટ બિફોર મી નહીં કરું. હાઇકોર્ટ જજના આકરા મિજાજન્ો પગલે ગુજરાતના ન્યાયતંત્રમાં, સરકારમાં અને વકીલઆલમમાં જબરદૃસ્ત પ્રત્યાઘાત પડયા છે.
હાઇકોર્ટ જજની તીખી ટિપ્પણીઓન્ો લઇ ભારે ચકચાર મચી ગઇ છે અન્ો ભૂપ્ોન્દ્રિંસહ ચુડાસમાએ વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી જીતનો કેસ ફરી એકવાર વિવાદૃમાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રિંસહની ૩૨૭ મતે જીત થઈ હતી. ત્યારબાદૃ તેની સામે લડેલા કોંગ્રેસના ઉમેદૃવાર અશ્ર્વિન રાઠોડે તેમની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અશ્ર્વિન રાઠોડે દૃાવો કર્યો હતો કે, મત ગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રિંસહ જીત્યા છે. પોતાની અરજીમાં રાઠોડે કહૃાું હતું કે, પોસ્ટલ બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલા ૪૨૯ મતોને રિટર્નીંગ ઓફિસરે ગેરકાયદૃે રીતે ફગાવી દૃીધા હતા. જેના કારણે ચુડાસમા જીત્યા છે, અન્યથા ત્ોઓ હારી જાત. દૃરમ્યાન હાઇકોર્ટમાંથી યોગ્ય રાહત નહી મળતાં ચુડાસમાએ સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી.