૨૩મી ફેબ્રુ.થી સોમનાથ જયોતિર્લિંગનો ભવ્ય સમારોહ: વડાપ્રધાન મોદૃી આવશે

  • ૨૩મી ફેબ્રુ.થી સોમનાથ જયોતિર્લિંગનો ભવ્ય સમારોહ: વડાપ્રધાન મોદૃી આવશે
    ૨૩મી ફેબ્રુ.થી સોમનાથ જયોતિર્લિંગનો ભવ્ય સમારોહ: વડાપ્રધાન મોદૃી આવશે

અમદૃાવાદૃ,તા. ૧૨
વિશ્ર્વભરમાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદૃેવ રત્નાકર સાગર તટ પર બિરાજમાન સૌથી પ્રથમ જયોતિર્લિંગ છે. ભારતના શિવ આસ્થાના કેન્દ્ર સમાન ૧૨ જયોતિર્લિંગ શિવાલયોના ટ્રસ્ટીઓ, પ્ાૂજારીઓ, તીર્થપુરોહિતો અને વિકાસ કાર્યો સાથે સંકળાયેલા શ્રધ્ધાળુઓ અન્ો દૃાતાઓનો સમારોહ ગત વર્ષે ઉજ્જૈન મહાકાલેશ્ર્વરમાં યોજવામાં આવ્યો હતો. આ વર્ષે દ્વાદૃશ જયોતિર્લિંગનો ભવ્યાતિભવ્ય અન્ો ઐતિહાસિક સમારોહ તા.૨૩,૨૪ અન્ો ૨૫ ફેબ્રુઆરી દૃરમ્યાન સોમનાથ પ્રભાસપાટણ ખાત્ો યોજાશે. જેમાં ખુદૃ દૃેશના વડાપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના અનેક મહાનુભાવો હાજરી આપશે. આ દ્વિતીય દ્વાદૃશ જયોતિર્લિંગ સમારોહના ભાગરૂપ્ો ગુજરાત રાજયમાં સૌપ્રથમવાર તા.૧૭થી ૨૧ ફેબ્રુઆરી દૃરમ્યાન રાજયના ૩૩ જિલ્લાઓમાં સોમનાથ સહિત ૧૨ જયોતિર્લિંગના રથ અને ઝાંખી ત્ૌયાર કરાયા છે, જે રાજયના
ત્રણ-ત્રણ જિલ્લાઓમાં ફરીન્ો શ્રધ્ધાળુઓ અને નાગરિકોમાં બારેય જયોતિર્લિંગની મહાત્મ્યતા, ઇતિહાસ સહિતની ધાર્મિક જાગ્ાૃતિ ફેલાવશે એમ અત્રે રાજયના પ્ાૂર્વ મુખ્યમંત્રી અન્ો સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા કેશુભાઇ પટેલ અને ટ્રસ્ટના સ્ોક્રેટરી પી.કે.લહેરીએ જણાવ્યું હતું. ત્ોમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સોમનાથના આંગણે તા.૨૩થી ૨૫ ફેબ્રુઆરી દૃરમ્યાન બહુ મોટો ઐતિહાસિક અન્ો ધાર્મિક મહોત્સવ એવા દ્વિતીય દ્વાદૃશ જયોતિર્લિંગ સમારોહ યોજાવા જઇ રહૃાો છે, જેમાં બારેય જયોતિર્લિંગના ટ્રસ્ટીઓ, પ્ાૂજારીઓ, તીર્થ પુરોહિતો, પંડિતો, સાધુ-સંતો ખાસ પધારશે. આ ભવ્યાતિભવ્ય ધાર્મિક મહોત્સવની ગુજરાતભરમાં જોરદૃાર રીત્ો ઉજવણી થાય ત્ો માટે ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં સોમનાથ સહિતના બારેય જયોતિર્લિંગના કુલ ૧૨ રથો ત્ૌયાર કરવામાં આવ્યા છે. આ રથ રાજયના ત્રણ-ત્રણ જિલ્લાઓમાં તા.૧૭થી ૨૧ ફેબ્રુઆરી દૃરમ્યાન પરિભ્રમણ કરશે અન્ો લોકોન્ો શિવભકિત, બારેય જયોતિર્લિંગની મહત્તા, ઇતિહાસ અન્ો ભારતીય સંસ્કૃતિ-નીતિની જાગ્ાૃતતા ફેલાવતાં આ તમામ રથો અલગ-અલગ જગ્યાએથી તા.૨૨મીએ સોમનાથ ખાત્ો પહોંચશે. ત્યારબાદૃ તા.૨૩મીએ પ્રભાસપાટણ ખાત્ો આ રથોની બહુ મોટી અને લાંબી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે. વેરાવળ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીથી સોમનાથ મંદિૃર સુધી ૧૨ જયોતિર્લિંગના ટેબ્લો સાથે આ શોભાયાત્રામાં હજારો ભાવિકભકતો અને શ્રધ્ધાળુઓ જોડાશે. પ્ાૂર્વ મુખ્યમંત્રી અન્ો સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા કેશુભાઇ પટેલ અને ટ્રસ્ટના સ્ોક્રેટરી પી.કે.લહેરીએ વધુમાં જણાવ્યું કે, તા.૨૩મીએ સવારે નવ વાગ્યે દ્વાદૃશ જયોતિર્લિંગની ભૂમિ જળથી નિર્મિત પાર્થિવવેશ્ર્વર િંલગની પ્ાૂજા અને ધ્વજારોહણ રાજયના મુખ્યમંત્રી દ્વારા કરાશે. આ ભવ્ય દ્વાદૃશ જયોતિર્લિંગ સમારોહનું ઉદ્ઘાટન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્ાૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા કરાશે. તો, સ્વામી શ્રી અધ્યાત્મનંદૃજી સરસ્વતીજી અને ૧૨ જયોતિર્લિંગના પ્ાૂજારીઓ, પંડિતો સહિતના મહાનુભાવો દ્વારા મહામૃત્યુંજય જપ યજ્ઞ કરવામાં આવશે. વિશ્ર્વસ્તરે દ્વાદૃશ જયોતિર્લિંગના મહાત્મ્યનો પ્રચાર-પ્રસાર કરવા, હિન્દૃુ ધર્મ-સંસ્કૃતિ ત્ોમ જ દૃર્શન પર ગહન વિચારમંથન કરવા અન્ો સાપ્રંત પ્રવાહોના વિષય પર ચર્ચાવિચારણા, હિન્દૃુ ધર્મ સંસ્થાનોની ગરિમાન્ો અનુરૂપ વેદૃોક્ત પ્ાૂજા-પધ્ધતિનું સામ્યતા સાથે નિરૂપણ કરવા સહિતના ઉમદૃા ઉદ્દેશ્યો સાથે આ ભવ્યાતિભવ્ય દ્વિતીય દ્વાદૃશ જયોતિર્લિંગ સમારોહની ઉજવણી કરાશે. બાર જયોતિર્લંગ હોઇ હવે ૧૨ વર્ષ પછી ગુજરાતન્ો આ ઐતિહાસિક અને ભવ્ય દ્વાદૃશ જયોતિર્લિંગ સમારોહ ઉજવવાની તક મળશે, ત્ોથી આ વર્ષનો સમારોહ બહુ મહત્વનો અને ઐતિહાસિક છે.