પાણી નહી આપતા ખેડુતોએ કાઢયા કપડા

  • પાણી નહી આપતા ખેડુતોએ કાઢયા કપડા
    પાણી નહી આપતા ખેડુતોએ કાઢયા કપડા

વઢવાણ તા.5
ઓણસાલ અપૂરતા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રવિસીઝન માટે ખેડુતોએ કરેલ વાવેતર પાણીના વાંકે સુકાઈ રહેલ છે. સરકારી તંત્રના પાપે નર્મદા કેનાલનું પાણી 20 દિવસથી નહી મળતા 300થી વધુ ખેડુતોએ પાટડીના ખારાઘોડા કેનાલઉપર નગ્ન પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
પાટડી પંથકના જીરૂ, ઘઉં, એરંડા સહિતના પાકનું ખેડુતોએ વાવેતર કર્યું હતુ રવિપાક માટે રાજય સરકારે નર્મદા કેનાલમાંથી પાણી આપવાની જાહેરાત કર્યા બાદ છેલ્લા 20 દિવસથી ખારાઘોડા માયનોર શાખાની કેનાલમાં પાણી નહી અપાતા ઉપો પાક સુકાતા ખેડુતો વિફર્યા હતા.
પાટડી તાલુકાના ખારાઘોડા ગામના ખેડુતોએ નર્મદાની કેનાલમા પાણી નહી છોડતા બે દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. હાલ જયારે ખેડુતનો તાત ચિંતામાં મૂકાયો છે. ત્યારે પાટડી તાલુકાના ખારાઘોઢા ગામના ખેડુતોને મોટાપાયે પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે સરકાર તથા નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છ્તાં પાટડી તાલુકાના રણકાંઠા વિસ્તારનાં ખારાઘોઢામાં વસતા ખેડુતો ચિંતામાં મૂકાયા છે.
પાણી નહી મળતા ખારાઘોઢાના ખેડુતો નર્મદા બ્રાંચની ખાલી પડેલી કેનાલમાં એકત્ર થઈ શર્ટ કાઢી ઉગ્ર વિરોધ સાથે રાજય સરકાર અને નર્મદા વિભાગના સામે પૂત્રોચાર કરી પ્રદર્શન કર્યું હતુ.
પાટડી તાલુકાના ખારાઘોડા નર્મદા પાણી છોડવામાં ન આવતા ખેડુતો દ્વારા બે દિવસથી ઉગ્ર આંદોલન કરી રહ્યા છે.ખેડુત ને પાણી ન મળતા જીરૂ ઘઉં અને એરંડા સહિતના પાકને મોટાપાયે નુકશાન થવાની શકયતાઓ વર્તાઈ રહી છે. ત્યારે શું સરકાર સામે શર્ટ કાઢી વિરોધ દર્શાવતા ખેડુતોને ન્યાય મળશે? શું પાટડી તાલુકાના ખારાગોઢા ગામના ખેડુતોને નર્મદા બ્રાંચ કેનાલમાં પાણી છોડવામાં આવશે તે આ ખેડુતો માટે વિકટ પ્રશ્ર્ન બની ગયો છે.