અમેરિકા અને ચીનના વેપાર યુધ્ધથી ભારતને ફાયદો: નિકાશ વધી જશે

  • અમેરિકા અને ચીનના વેપાર યુધ્ધથી ભારતને ફાયદો: નિકાશ વધી જશે
    અમેરિકા અને ચીનના વેપાર યુધ્ધથી ભારતને ફાયદો: નિકાશ વધી જશે

ન્યુયોર્ક તા.5
અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરથી ભારતને સ્પષ્ટ રીતે લાભ થશે. યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (ઞગઈઝઅઉ)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા-ચીનની વચ્ચે વિવાદના કારણે ભારતનું એક્સપોર્ટ 3.5 ટકા સુધી વધી શકે છે. સૌથી વધુ ફાયદો યુરોપિયન યુનિયનના દેશોને થશે. તેઓને 49.70 લાખ કરોડથી વધુ કારોબાર મળવાની સંભાવના છે. જ્યારે જાપાન, મેક્સિકો અને કેનેડાને 14.2 લાખ કરોડનો કારોબાર મળી શકે છે.
ટેરિફ વધવાથી બીજાં દેશો સુધી જશે વેપાર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા-ચીને એકબીજાંના માલ પર જે પ્રકારે ટેરિફ વધાર્યો છે, તેનો લાભ સ્પષ્ટ રીતે બીજાં દેશોને મળશે. બંનેની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણથી ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ભારત, ફિલિપિન્સ, પાકિસ્તાન અને વિયેતનામની નિકાસ વધશે. સંસ્થાના રિપોર્ટ ’ધ ટ્રેડ વોર્સ: ધ પેઇન એન્ડ ગેઇન’માં કહ્યું કે, બે મોટી અર્થવ્યવસ્થાઓના ટકરાવાથી સૌથી વધુ ફાયદો એવા દેશ ઉઠાવી શકશે, જેનાથી આ ઘર્ષણ ખતમ કરી શકાય.
અમેરિકાએ કહ્યું કે, 1 માર્ચ સુધી સમાધાન નહીં નિકળે તો આ ચીનના 142 લાખ કરોડના સામાન પર ટેરિફને 10 ટકાથી વધારીને 25 ટકા કરી દેશે. ઞગઈઝઅઉની પ્રમુખ પામેલ કોક-હેમિલ્ટનનું કહેવું છે કે, બંનેની વચ્ચે ઘર્ષણ ખતમ નહીં થાય તો વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેની નકારાત્મક અસર પડશે.
હેમિલ્ટનનું કહેવું છે કે, ગરીબ અને નાના દેશોને ટ્રેડ વોર જેવા કારણોથી ઝટકો લાગશે. ઇસ્ટ એશિયન સપ્લાય ચેનમાં કામ કરી રહેલી ઘણી બધી કંપનીઓને હટાવવી પડશે. ઇસ્ટ એશિયન પ્રોડ્યૂસર્સને આ કારણોસર 113.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. આનાથી આખું વિશ્વ પ્રભાવિત થશે. ટ્રેડ વોરના કારણે કરન્સીની વેલ્યૂ ઘટશે, ત્યારબાદ જે સ્થિતિ બનશે તેનાથી રોજગારી ઘટશે.