પ્રિયંકા ગાંધીએ સત્તાવાર કોંગ્રેસના મહાસચિવનો કાર્યભાર સંભાળ્યો

  • પ્રિયંકા ગાંધીએ સત્તાવાર કોંગ્રેસના મહાસચિવનો કાર્યભાર સંભાળ્યો
    પ્રિયંકા ગાંધીએ સત્તાવાર કોંગ્રેસના મહાસચિવનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હી, તા. 5
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમેરિકાથી પરત ફરતા જ સત્તાવાર રીતે કોંગ્રેસના મહાસચિવનો કાર્યભાર સંભાળી લીધો છે. મંગળવારે જ કોંગ્રેસના વડામથકમાં તેમના નામની તખ્તી લગાવવામાં આવી છે, જેના પર ’પ્રિયંકા ગાંધી વાડ્રા, મહાસચિવ’ લખ્યું છે. આજે
પહેલી વાર તેઓ કોઈ રાજકીય બેઠકમાં ભાગ લેશે.
વિદેશ પ્રવાસથી પાછા ફરેલા પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે સાંજે કોગ્રેંસ પાર્ટીની બેઠકોને સંબોધિત કરી હતી. પ્રિયંકા ગાંધી સોમવારે વિદેશથી પાછા ફરીને સૌ પ્રથમ પોતાના ભાઇ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ગુરૂવારે સાંજે દિલ્હીમાં યોજાનારી કોગ્રેંસ પાર્ટીના મહાસચિવ અને વિભિન્ન રાજ્યેના પ્રભારીઓની બેઠકમાં પ્રિયંકા પણ જોડાઇ શકે છે.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હી ખાતે પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષો અને ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. આ બેઠકોનો મુખ્ય એજન્ડા આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવાનો છે.
આ પૂર્વે પણ પ્રિયંકાએ કોગ્રેંસ પાર્ટીના કેટલાક નેતાઓ સાથે મળીને પૂર્વીય ઉત્તર પ્રદેશ માટેની ચૂંટણીની રણનીતિ બાબતે ચર્ચા કરી હતી. પ્રિયંકાને કાગ્રેસ પક્ષના ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે તાજેતરમાં જ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિયુકિતથી તમામ જ રાજકીય પક્ષોમાં ગરમા-ગરમી જોવા મળી રહી છે.