વીંછીયાના ગ્રામ્ય રસ્તા પહોળા કરી ડામરથી મઢવાની માંગણી

વીછીંયા તા.27
વીંછીયા પંથકના ગ્રામ્ય રસ્તઓને પહોળા કરવા અનેડામરથી મઢવા વીંછીયા પાંચાળ વિક નવ નિર્માણ સમીતીન યુવા પ્રમુખ વિનોદ વાલાણીએ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ જીલ્લા કલેકટર વિગેરેને
લેખીત રજુઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.
રજુઆતમાં વધુમાં જણાવ્યા મુજબ વીંછીયા પંથકનાં વીંછીયાથી સણોસરા જે ચોટીલાને જોડતો રોડ છે. તેમજ વીછીયા ગોરૈયા રોડ ને સાયલાને જોડતો રોડ છે. આ બન્ને રોડ સાંકડા અને બિસ્માર હાલતમાં છે. જેને લીધે અવાર નવાર અકસ્માતો બને છે. જેથી યુઘ્ધના ધોરણે આ બન્ને રોડને પહોળા કરી ડામરથી મઢવા જોઇએ જેથી ચોટીલા- સાયલા - અને વીછીંયા એમ ત્રણ તાલુકાના ગામડાઓના લોકોને રોડ રસ્તાની અને તાલુકા મથકોએ પહોચવમાં સરળતા રહે આ ઉપરાંત સુરેન્દ્રનગર એસ.ટી. બસ શરુ કરવા માગ કરી છે. જસદણ એસ.ટી. ડેપો દ્વારા જસદણ- સુરેન્દ્રનગર બસ સવરે 8 વાગયે લોકલ બસ શરુ હતી. પણ સા આવક હોવા છતાં તંત્રએ ઘણા સમયથી બસ બંધ કરી છે જેથી એક માત્ર બસ બંધ થઇ જતા લોકો ફરી અ જસદણ - સુરેન્દ્રનગર બસ શરુ થાય તેમ ઇચ્છી રહ્યા છે.