પાક. કેપ્ટન સરફરાઝને જાતીય ટીપ્પણી ભારે પડી: 4 મેચોમાંથી સસ્પેન્ડ

  • પાક. કેપ્ટન સરફરાઝને જાતીય ટીપ્પણી ભારે પડી: 4 મેચોમાંથી સસ્પેન્ડ
    પાક. કેપ્ટન સરફરાઝને જાતીય ટીપ્પણી ભારે પડી: 4 મેચોમાંથી સસ્પેન્ડ

ઈસ્લામાબાદ, તા.27
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાજ અહેમદને દક્ષિણ અફ્રિકા સામે થનારા ચોથા વનડે મેચથી બહાર કરવામાં આવ્યો છે. તમને બતાવી દઈએ કે ડરબન મેચ દરમિયાન એંડિલ ફેહલુકવાયો સામે જાતીય ટિપ્પણી કરવા બદલ પાકિસ્તાનના કપ્તાન સરફરાજ અહેમદ પર 4 મેચો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રવિવારે આ વાતની માહિતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઈસીસી)એ પાકિસ્તાન અને સાઉથ અફ્રિકા વચ્ચે શરૂ થયા ચોથા વનડે મેચ બાદ આપી.
આ મેચમાં સરફરાજને સામેલ કરવામાં આવ્યો નથી અને શોએબ મલિકને કપ્તાનીનો ભાર આપવામાં
આવ્યો છે.
સરફરાજના પ્રતિબંધ વિશે જણાવ્તાં આઇસીસીએ ટ્વીટ કર્યું કે,‘આઈસીસીના એન્ટી રેસિજમ કોડને તોડવા માટે પાકિસ્તાનના કપ્તાન સરફરાજ અહેમદને 4 મેચો માટે સસ્પેંડ કરવામાં આવ્યા છે.’
પાકિસ્તાન અને સાઉથ અફ્રિકા વચ્ચે વનડે સિરીઝ ચાલી રહી છે જ્યારે બીજી વનડે મેચ દરમિયાન સરફરાજ અહેમદે સાઉથ અફ્રિકાના ક્રિકેટર એંડિલ ફેહલુકવાયો માટે એક વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી, જેને જાતીય નિવેદન માનવામાં આવ્યું. સરફરાજે મેચ દરમિયાન સાઉથ અફ્રિકાની બેટિંગના 37માં ઓવર વખતે આ ટિપ્પણી કરી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મેચમાં સાઉથ અફ્રિકાએ પાકિસ્તાનને 5 વિકેટની હરાવ્યું હતું.