વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડન રેકોર્ડબ્રેક ૩૮૧ રન હરાવ્યુ

  • વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડન રેકોર્ડબ્રેક ૩૮૧ રન હરાવ્યુ
    વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડન રેકોર્ડબ્રેક ૩૮૧ રન હરાવ્યુ

બ્રિઝટાઉન,તા.૨૭
ઓફ સ્પિનર રોસ્ટન ચેઝની આઠ વિકેટની મદૃદૃથી વેસ્ટઈન્ડિઝ બ્રિઝટાઇનમાં પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિૃવસે ઈંગ્લેન્ડને ૩૮૧ રનથી પરાજય આપ્યો હતો. વેસ્ટઈન્ડિઝના ૬૨૮ રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે પોતાની અંતિમ છ વિકેટ માત્ર ૩૧ રન જોડીને ગુમાવી અને ટીમ
૨૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડનો પાંચ મેચોમાં જીતનો ક્રમ પણ તૂટી ગયો હતો. ઘર આંગણે આ વેસ્ટઈન્ડિઝની રન પ્રમાણે સૌથી મોટી જીત અને ૯૧ વર્ષના પોતાના ટેસ્ટ ઈતિહાસમાં વિશ્ર્વભરમાં ત્રીજી સૌથી મોટી
જીત છે.
ચેઝ કેનિંસગટન ઓવલની તૂટેલી પિચ પર ચોથા દિૃવસે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદૃર્શન કરતા ૬૦ રન આપીને આઠ વિકેટ ઝડપી હતી. તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેનોના ખરાબ શોટનો પણ ફાયદૃો મળ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટઈન્ડિઝની પ્રથમ ઈિંનગના ૨૮૯ રનના જવાબમાં ૭૭ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમે ત્યારબાદૃ બીજી ઈિંનગમાં ૬ વિકેટ પર ૪૧૫ રન બનાવીને ડિકલેર કર્યો હતો. અંતિમ સત્રમાં કાર્યવાહક વિકેટકીપર શાઈ હોપે ચેઝના બોલ પર સેમ કુરેનને સ્ટંપ કરીને વિન્ડીઝને જીત અપાવી હતી.
આ મેચમાં બેવડી સદૃી ફટકારનાર વેસ્ટઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ ઈિંનગમાં ઈંગ્લેન્ડનો કોઈપણ બેટ્સમેન ૨૦ કરતા વધુ રન બનાવવામાં નિષ્ફળ રહૃાો હતો. બીજી ઈિંનગમાં ઓપિંનગ બેટ્સમેન રોરી બર્ન્સ (૮૪) સિવાય ઈંગ્લેન્ડનો કોઈપણ બેટ્સમેન મોટી ઈિંનગ રમવામાં નિષ્ફળ રહૃાો હતો.
બેન સ્ટોક્સ (૩૪) અને જોની બેયરસ્ટો (૩૦) સારી શરૂઆતને મોટી ઈિંનગમાં પરિવર્તિત કરવામાં અસફળ રહૃાાં હતા.