ઓસ્ટ્રેલિયન ઓપન: નોવાક જોકોવિકની નડાલ ઉપર જીત

  • ઓસ્ટ્રેલિયન ઓપન: નોવાક જોકોવિકની નડાલ ઉપર જીત
    ઓસ્ટ્રેલિયન ઓપન: નોવાક જોકોવિકની નડાલ ઉપર જીત

મેલબોર્ન,તા.૨૭
મેલબોર્ન પાર્ક ખાત્ો રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની િંસગલ્સ ફાઇનલમાં આજે સર્બિયાના નોવાક જોકોવિકે એક તરફી ફાઈનલ મેચમાં સ્પ્ોનના રાફેલ નડાલ ઉપર ૬-૩, ૬-૨, ૬-૩થી જીત મેળવી હતી. આ એક તરફી ફાઈનલ મેચમાં નડાલ પાસ્ો જોકોવિકની ભવ્ય રમતના કોઇ જવાબ ન હતા. દૃુનિયાના નંબર વન ખેલાડી જોકોવિકે રેકોર્ડ સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવામાં સફળતા મેળવી હતી. આ જીતની સાથે જ જોકોવિકના ગ્રાન્ડસ્લેમની સંખ્યા વધીન્ો ૧૫ થઇ ગઇ છે. આની સાથે જ હવે જોકોવિકના નામ ઉપર ઓપન એરામાં સૌથી વધારે ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાનો રેકોર્ડ થઇ ગયો છે.
રોજર ફેડરરે પણ અહીં સફળતા હાંસલ કરી છે. જોકોવિકે મેચની જોરદૃાર શરૂઆત કરી હતી અન્ો પ્રથમ સ્ોટથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પ્ૌકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દૃર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ બ્ો પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા િંસગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પ્ાૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદૃ ત્ોમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદૃ મેલબોર્ન પાર્કમાં બ્ો પ્રકારની હાર્ડ કોટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બ્ો પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદૃાર રહૃાો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સન્ો મેળવ્યો છે.
ઇમર્સન્ો છ વખત િંસગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત િંસગલ્સ સ્પર્ધા જીતી હતી.