હવે અનામાત આંદોલન થિયેટરોમાં: ‘સ્વાભિમાન’થી!

  • હવે અનામાત આંદોલન થિયેટરોમાં: ‘સ્વાભિમાન’થી!
    હવે અનામાત આંદોલન થિયેટરોમાં: ‘સ્વાભિમાન’થી!

તાજેતરમાં જ ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામતની ફાળવણી કરવામાં આવી છે ત્યારે જ્ઞાતિ આધારિત આરક્ષણને લઇને ગુજરાતી ફિલ્મ સ્વાભિમાન સિનેમાઘરોમાં રજૂ થવા જઇ રહી છે. 
ફિલ્મ અનામતને લઇને સોશિયલ મેસેજ આપે છે. ફિલ્મમાં મુખ્ય રોલમાં આયુષ સંજીવ, ગણેશ યાદવ, મિલિન શિંદે, નિષિગંધા વગેરે કલાકારો છે. 
ફિલ્મ વિશે વાત કરતા ફિલ્મનાં ડિરેક્ટર રોહિત આર્યાએ જણાવ્યું કે, અનામત આર્થિક રીતે અને જરૂરીયાતવાળા લોકોને જ મળવું જોઇએ. ફિલ્મ અનામતની સાચી જરૂરીયાતની સમજ આપે તેવી છે. ફિલ્મની વાર્તા લોકોને પસંદ પડશે, કારણકે અનામત જેવા મુદ્દાને અમે લોકોને મજા આવે તે રીતે દર્શાવ્યો છે. ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, એક્શન અને સોંગ્સ છે. 
રોહિત આર્યાએ કહ્યું કે, ફિલ્મો સામાજિક મેસેજ આપે તેવી હોવી જોઇએ. અમે આવા મુદ્દા પર ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. આ પહેલા અમે સ્વચ્છતા પર ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા આયુષે જણાવ્યું કે, મારા પાત્રનું નામ સિદ્ધાર્થ છે, જે અનામત મેળવી શકે તેવી જ્ઞાતિમાંથી આવે છે. તેની ઇચ્છા ડોક્ટર બનવાની હોય છે પરંતુ કોઇક કારણોસર તે પોલીસ બને છે. તે જ્ઞાતિ આધારિત રાજકરણ કરતા રાજકારણીઓનો ખાત્મો 
કરે છે. 
ફિલ્મનું શૂટિંગ આણંદ પાસેનાં કાસોર ગામમાં થયું છે. જ્યારે ઢીંચાક ડોલી સોંગનું શૂટિંગ રાજપીપળામાં થયું છે. આ ફિલ્મને રોહિત આર્યા નિર્દેશિત કરી રહ્યા છે. બોલીવુડ સ્ટાઇલની પહેલી ગુજરાતી ફિલ્મ સ્વાભિમાન 1 ફેબ્રુઆરીનાં રોજ સિનેમાઘરોમાં રજૂ થશે.