આતંકનો ઓછાયો તરછોડી શહીદ થયેલા સેના જવાનને અશોકચક્ર

  • આતંકનો ઓછાયો તરછોડી શહીદ થયેલા સેના જવાનને અશોકચક્ર
    આતંકનો ઓછાયો તરછોડી શહીદ થયેલા સેના જવાનને અશોકચક્ર

કાશ્મીરમાં આતંકીઓનો સાથે છોડીને સેનામાં સામેલ થયેલા લાંસ નાયક નઝીર અહમદ વાણીને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ગણતંત્ર દિવસના સમારોહમાં તેમના પરિવારજનોને આપવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં શોપિયામાં અથડામણ દરમિયાન નઝીર શહીદ થઈ ગયા હતા. આ ઓપરેશનમાં છ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
કુલગામના ચેકી અશ્મુજી ગામમાં રહેતાં નઝીર વાણી એક સમયે આતંકીઓને સાથે હતા. પરંતુ તેમણે આતંકવાદનો સાથ છોડીને 2004માં ટેરિટોરિયલ આર્મીની 162મી બટાલિયનમાં સામેલ થયા હતા. શહીદ થયા તે સમયે તેઓ 34 રાષ્ટ્રીય રાઈફલ્સમાં હતા.
શહીદ વાણીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમણે આતંકીઓ સામે ઘણાં ઓપરેશનમાં ભાગ લીધો છે. તેમાં વીરતા માટે તેમને 2007 અને 2018માં સેના મેડલથી પણ નવાઝવામાં આવ્યા હતા. શહીદી પછી સેનાના પ્રવક્તાએ તેમને એક સાચા સૈનિક ગણાવ્યા છે.
કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે વીર સૈનિકોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ગણતંત્ર દિવસે શહીદ વાણી સિવાય ચાર ઓફિસર અને એક સૈનિકને કીર્તિ ચક્ર જ્યારે 12 સૈનિકોને શૌર્ય ચક્રથી નવાઝવામાં આવ્યા છે.