ફિઝિક્સમાં નેશનલ ચેમ્પિયન છે સુશાંતસિંહ!

  • ફિઝિક્સમાં નેશનલ ચેમ્પિયન છે સુશાંતસિંહ!
    ફિઝિક્સમાં નેશનલ ચેમ્પિયન છે સુશાંતસિંહ!

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુત 21 જાન્યુઆરીનાં રોજ પોતાનો 33મો બર્થડે મનાવી રહ્યો છે. સુશાંતની છેલ્લી ફિલ્મ કેદારનાથ બોક્સ ઑફિસ પર ઘણી સફળ રહી હતી. તો તેની આગામી ફિલ્મ સોનચિડિયા છે. સુશાંત સિંહ રાજપુતને ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાથી પોપ્યુલારિટી મળી હતી. સુશાંતનો જન્મ બિહારની રાજધાની પટનામાં થયો હતો. સુશાંત સિંહ રાજપુત જ્યારે 12માં ધોરણમાં હતો ત્યારે તેની માતાનું નિધન થઇ ગયું હતુ.
2003ની એઆઇઇઇઇ એક્ઝામમાં આખા દેશમાં તેનો સાતમો રેન્ક હતો. તેણે સ્કોલરશિપ ક્વોલીફાઇ કરી હતી. આ ઉપરાંત તે ફિઝિક્સમાં નેશનલ લેવલનો ઑલંપિયાડ જીત્યો છે. સુશાંત સિંહ રાજપુત જ્યારે નાદિરા બબ્બર સાથે મળીને થિયેટર કરવા લાગ્યો એ દરમિયાન એક પ્લે કરી રહ્યો હતો, ત્યારે એકતા કપૂરની નજર તેના પર પડી.
સુશાંત સિંહ રાજપુતનાં કેરિયરની સૌથી હિટ ફિલ્મ એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી હતી. આ ફિલ્મ માટે સુશાંતે ઘણી જ મહેનત કરી હતી. સુશાંત ધોનીનાં હેલિકોપ્ટર શોટની રોજની 225 વાર પ્રેક્ટિસ કરતો હતો. પર્સનલ લાઇફની વાત કરીએ તો સુશાંત સિંહ રાજપુતે પોતાની કો-સ્ટાર અંકિતા લોખંડેને ડેટ કરી છે. જો કે કેટલાક સમય બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. 
આજકાલ સુશાંત સિંહ રાજપુત કૃતિ સેનનને ડેટ કરી રહ્યો હોવાના સમાચાર છે.