‘બોલિવૂડ હાલ ગ્લેમરસ માફિયાનું’

  • ‘બોલિવૂડ હાલ ગ્લેમરસ માફિયાનું’
    ‘બોલિવૂડ હાલ ગ્લેમરસ માફિયાનું’

ગોવિંદાની ફિલ્મ ‘રંગીલ રાજા’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ એ રીતે રીલીઝ ના થઇ શકી જે રીતે ફિલ્મનાં નિર્માતા પહલાજ નિહલાણી ઇચ્છી રહ્યા હતા. તાજેતરમાં જ પહલાજ નિહલાણીએ એક ઇન્ટરવ્યમાં પોતાની ફિલ્મ અને તેનાથી જોડાયેલી વાતો કરી હતી. તેમની વાતો કોઇને પણ ચોંકાવી દેવા માટે પર્યાપ્ત છે. ગોવિંદાની લો બજેટ ફિલ્મ ‘રંગીલા રાજા’ હાલમાં રીલીઝ થઇ. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે પસંદ કરી નથી. 
આ ફિલ્મ અસફળ જતા ફિલ્મનાં ડાયરેક્ટર પહલાજ નિહલાણીએ કહ્યું કે, ઇન્ડસ્ટ્રીનાં લોકો મને અને ગોવિંદાને ખત્મ કરવા ઇચ્છે છે. ઇન્ડસ્ટ્રીનાં અત્યારે ગ્લેમરસ માફિયા ચલાવી રહ્યા છે. તેઓ બધા સાથે ઊંઘે છે, ખાય છે અને સાથે ફિલ્મો કરે છે. ઇન્ડસ્ટ્રીમાં મારા અને ગોવિંદાનાં ઘણા દુશ્મને છે. તેમના કારણે મારી ફિલ્મને થિયેટર્સ નથી મળ્યા. સેન્સર બોર્ડમાં મારા કામ કરવાની રીતને લઇને મને અત્યારે પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને હવે મારા કારણે મારી ફિલ્મનાં હીરો ગોવિંદાને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં વિજય માલ્યાનાં દેશ અને વિદેશમાં કરવામાં આવેલા ફ્રોડ અને તેમની જીવનશૈલીને દર્શકો સામે રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં વિજય માલ્યાનું પાત્ર ગોવિંદાએ નિભાવ્યું છે.