અભિષેકે મમ્મી જયાને કહ્યું ‘માફ કરજો...’

  • અભિષેકે મમ્મી જયાને કહ્યું ‘માફ કરજો...’
    અભિષેકે મમ્મી જયાને કહ્યું ‘માફ કરજો...’

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા ભલે બોલીવુડથી દૂર છે, પરંતુ લાઇમલાઇટમાં સતત બનેલી રહે છે. શ્વેતા અવાર-નવાર પોતાના પરિવાર સાથે એવોર્ડ ફંક્શન અથવા ઇવેન્ટમાં જોવા મળે છે. 
આ દરમિયાન શ્વેતા પોતાના ભાઈ અભિષેક બચ્ચન સાથે કરણ જોહરનાં ચેટ શોમાં પહોંચી હતી. આ દરમિયાન શ્વેતા અને અભિષેકે પોતાની મા જયા બચ્ચન સાથે જોડાયેલી એવી વાત જણાવી છે જે જાણીને ચોકી જવાય.
જયા બચ્ચન પોતાના પરિવાર સાથે ઘણીવાર જોવા મળતી હોય છે, પરંતુ કેમેરા સામે પોઝ આપતા ઘણીવાર કતરાય છે. જયા બચ્ચનનાં આ વર્તનનાં ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર છે જેમાં આ સ્પષ્ટ જોઇ શકાય છે. એટલા સુધી કે જયા બચ્ચન પણ ઘણીવાર ભડકી ચુકી છે. જયા બચ્ચનનાં આ વર્તનનો કરણ જોહરે શ્વેતા અને અભિષેકને પ્રશ્ન કર્યો તો તેમનો જવાબ ચોંકાવનારો હતો.
બંનેએ જણાવ્યું કે જયા બચ્ચનને છે. આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં માણસ અચાનક ભીડને જોઇને પરેશાન થઇ જાય છે. આ સાથે શ્વેતાએ કહ્યું કે, જયા બચ્ચન ભીડને જોઇને પરેશાન થઇ જાય છે. તેમને એ જરા પણ પસંદ નથી કે કોઇ ધક્કો મારે કે ટચ કરે. આ ઉપરાંત કેમેરાનો ફ્લેશ આંખો પર પડવાથી પણ તેમને વાંધો છે. 
શો દરમિયાન અભિષેક બચ્ચને મા જયા બચ્ચનથી મજાક માટે માફી માંગી હતી. આ ઉપરાંત શ્વેતાએ પણ ભાભી ઐશ્વર્યા રાયને ઘણા ખુલાસાઓ કર્યા હતા.