સૈન્યમાં ‘ગ’ને નો એન્ટ્રી: બિપિન રાવત

  • સૈન્યમાં ‘ગ’ને નો એન્ટ્રી: બિપિન રાવત
    સૈન્યમાં ‘ગ’ને નો એન્ટ્રી: બિપિન રાવત

નવીદિલ્હી, તા.10
ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે જમ્મુ કાશ્મીર સરહદ પર ઘૂસણખોરી કરવાના મામલે મોટું નવેદન આપ્યું છે. બિપિન રાવતે કહ્યું કે, ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હંમેશાંથી ઘૂસણખોરીઓનું સમર્થન કરે છે.
જનરલ બિપિન રાવતે એક એવું નિવેદન આપ્યું છે જેના પર વિવાદ ઉભો થઇ શકે છે. ગુરુવારે તેમણે કહ્યું કે, સેનાની માનસિકતા કંજરવેટિવ છે એટલા માટે ગે સમુદાયના લોકોને અથવા તો વ્યભિચારને અનુમતિ આપી શકીએ તેમ નથી.
તેમણે કહ્યું
કે, પહેલાની સરખામણીમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓ ઓછી થઇ છે. કાશ્મીરની પરિસ્થિતિપર બોલતા તેમણે કહ્યું કે, ઘાટીના જે યુવક આતંકનો રસ્તો છોડવા માંગે છે, ભારતીય સેના તેમની મદદ માટે હંમેશાં સાથે ઉભી છે
સેના પ્રમુખે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના તમામ વિસ્તારોમાં આતંકીઓના જનાજા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો છે. તેમણે કહ્યું કે, આતંકીઓના જનાજા પર પ્રતિબંધ લગાવ્યા બાદ ઘાટીની પરિસ્થિતિ પહેલા કરતા વધુ સારી થઇ છે, જેનાથી હિંસા પણ ઓછી થઇ છે.
રાવતે પોતાના વાર્ષિક સંમેલનમાં એવું પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિની સ્થિતિને હજી વધુ સુધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં શાંતિ માટે અમે માત્ર સમન્વયક છે. અમે ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર સ્થિતિ વધુ સારી રીતે સંભાળી છે. તેમણે કહ્યું કે, ચિંતાની કોઇ વાત ના હોવી જોઇએ.
તેમણે વધુમાં કહ્યું કે, કટ્ટરપંથે આપણા દેશમાં અલગ જ રૂપ લીધું છે. જમ્મુ-કાશ્મીરમાં યુવાનો એટલા માટે કટ્ટરપંથી થઇ રહ્યા છે, કારણ કે તેમને ખોટી માહિતી આપવામાં આવી રહી છે અને ધર્મ વિશે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે. આ રૂપ હવે યુદ્ધ ટેકનીક બનતું જઇ રહ્યું છે. સૌથી મોટો મુદ્દો એ છે કે સોશિયલ મીડિયાને તે સુનિશ્ચિત કરવું પડશે કે ખોટી જાણકારી મારફતે કટ્ટરપંથને ન ફેલાવે. આતંકવાદી સંગઠન જે કારણો માટે પૈસા ભેગા કરે છે, તે સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથ ફેલાવવાનું પણ એક આધારભૂત કારણ છે.