લોકસભા ચૂંટણી 2019: શું ચાર 'સ' બદલી નાખશે ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય?

  • લોકસભા ચૂંટણી 2019: શું ચાર 'સ' બદલી નાખશે ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય?

દિલ્હી: ગુજરાતના રાજકારણમાં લોકસભા ચુંટણીના પરિણામ બાદ મોટા ધડાકા થઈ શકે છે અને આ મોટા ધડાકાનું કારણ છે ચાર “સ”.આ ચાર “સ” છે શું અને કેવી રીતે ગુજરાત નું રાજકારણ બદલી શકે છે. 2014માં પૂર્ણ બહુમત વાળી કેન્દ્રની મોદી સરકાર બન્યા બાદ 808 દિવસ માટે ગુજરાતને આનંદીબેન પટેલના સ્વરૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા હતા. રાજ્યમાં ચાલેલા પાટીદાર આંદોલનને કરાણે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. 

આનંદી બેન પટેલ 22 મે 2014થી 7 ઓગસ્ટ 2016 સુધી રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. તેમના રાજીનામા પછી ગુજરાત સરકારથી માંડીને ભારતીય જનતા પાર્ટીના ‘સંઘટનમાં’ અનેક ફેરફાર થયા હતા. વિજય રૂપાણીને 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતની કમાન સોંપાઈ. રૂપાણીએ મુખ્યમંત્રી બન્યા પછી  રાજ્યમાં  ડેમેજ કંટ્રોલનો ભરપુર પ્રયાસ કરી રહ્યા છે. અને તેમને કેન્દ્રનો પૂરોપૂરો ‘સહકાર’ મળી રહ્યો છે.  તેમ છતાં 2017ની વિઘાનસભા ચૂંટણીમાં ભાજપને ‘સૌરાષ્ટ્ર’ ગુમાવવું પડ્યું હતું. હવે 2019 લોકસભા ચૂંટણીના ુપરિણામ પછી ગુજરાતના રાજકારણમાં ફરીથી મોટા ફેરફાર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.