ફાની વાવાઝોડાની ગુજરાતની આ ટ્રેનને થઈ સીધી અસર, સ્ટેશન પર મુસાફરો અટવાયા

  • ફાની વાવાઝોડાની ગુજરાતની આ ટ્રેનને થઈ સીધી અસર, સ્ટેશન પર મુસાફરો અટવાયા
  • ફાની વાવાઝોડાની ગુજરાતની આ ટ્રેનને થઈ સીધી અસર, સ્ટેશન પર મુસાફરો અટવાયા

વલસાડ :ઓરિસ્સાના ફાની તોફાનની સીધી અસર વલસાડમાં પડી છે. વાવાઝોડાની અસરને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. વલસાડથી ઓરિસ્સા જતી પુરી ટ્રેન કેન્સલ કરાઈ છે, જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે.

ફેની વાવાઝોડુ ઓરિસ્સા તરફ ફંટાઈ જતા 250 કિલોમીટરની સ્પીડે ત્રાટકશે. ત્યારે અગમચેતીના ભાગરૂપે દેશભરની 100થી વધુ ટ્રેનો કેન્સલ કરાઈ છે. ત્યારે વલસાડથી રાત્રે ઉપડતી 8.15 વાગ્યાની વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરાઈ છે. ઓરિસ્સામાં ફાની તોફાનની આગાહીને પગલે પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેનને રદ કરાઈ છે. રાત્રે ટ્રેન ઉપડવાના અડધા કલાક પહેલા જ મુસાફરોને જાણ કરતા મુસાફરો ગિન્નાયા હતા.