ફેની બપોર સુધી ઓરિસ્સા દરિયા કિનારાને અથડાશે, 23 કિમીની સ્પીડથી આગળ વધી રહ્યું છે

  • ફેની બપોર સુધી ઓરિસ્સા દરિયા કિનારાને અથડાશે, 23 કિમીની સ્પીડથી આગળ વધી રહ્યું છે
    ફેની બપોર સુધી ઓરિસ્સા દરિયા કિનારાને અથડાશે, 23 કિમીની સ્પીડથી આગળ વધી રહ્યું છે


ચક્રવાતી વાવાઝોડુ ફેની ઓરિસ્સાના પુરી તટ સુધી પહોંચી ગયું છે. અહીં 175થી 180 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. તેની અસર સવારે 11 વાગ્યા સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફેની બંગાળથી થઈને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. આ સંજોગોમાં પશ્ચિમ બંગાળના દરિયા કિનારાના વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરિસ્સામાં હાલ ચેતવણીના ભાગરૂપે 15 જિલ્લામાંથી 11 લાખ લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ફેની 20 વર્ષમાં ઓરિસ્સાને અથડાવવાવાળું સૌથી જોખમી વાવાઝોડું માનવામાં આવે છે. ઈમરજન્સી નંબર
ઓરિસ્સા- 06742534177, ગૃહ મંત્રાલય- 1938, સિક્યુરિટી- 182