હું ઈચ્છું છું કે સાધ્વી પ્રજ્ઞા બોલતી રહે, તેનાથી મને જ ફાયદો છે- દિગ્વિજય સિંહ

  • હું ઈચ્છું છું કે સાધ્વી પ્રજ્ઞા બોલતી રહે, તેનાથી મને જ ફાયદો છે- દિગ્વિજય સિંહ
    હું ઈચ્છું છું કે સાધ્વી પ્રજ્ઞા બોલતી રહે, તેનાથી મને જ ફાયદો છે- દિગ્વિજય સિંહ

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને હાલ ભોપાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું કે, ભાજપને તેમની સામે ઊભો રાખવા માટે કોઈ ઉમેદવાર મળ્યો ન હોવાથી તેમને સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતાર્યા છે. જો કે, દિગ્વિજય ભાજપના આ નિર્ણયથી ઘણા ખુશ છે. દિગ્વિજયે કહ્યું કે, ચૂંટણી પંચે સાધ્વીના પ્રચાર પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ હું તો ઈચ્છું છું કે સાધ્વી પ્રજ્ઞા બોલતી રહે, જેનાથી મને જ ફાયદો થશે.