કિયારા અડવાણીને મળી એક મોટી ભેટ, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે આ ફિલ્મમાં આવશે નજર!

  • કિયારા અડવાણીને મળી એક મોટી ભેટ, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે આ ફિલ્મમાં આવશે નજર!
    કિયારા અડવાણીને મળી એક મોટી ભેટ, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે આ ફિલ્મમાં આવશે નજર!

નવી દિલ્હી: હાલમાં બોલીવુડના નવા ચહેરા માટે કંઇક વધુ સારો સમય ચાલી રહ્યો છે. આ મામલે કિરાયા અડવાણી એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જ્યાં કિયારાએ ગત અઠવાડિયે અક્ષય કુમાર સાથે 'લક્ષ્મી બોમ્બ'ની શૂટિંગ શરૂ કર્યું તો બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે હવે તેમની સાથે કરણ જોહરની એક મોટી ફિલ્મ લાગી છે. જી હાં! કિયારા હવે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહેલી 'શેરશાહ'માં જોવા મળશે. 

આ ફિલ્મ સત્ય જીવન પર આધારિત ફિલ્મમાં કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાના અપોઝિટ જોવા મળશે. એનાલિસ્ટ તરણ આદર્શે પોતાની સોશિયલ મીડિયા વોલ પર આ ફિલ્મ વિશે જાણકારી શેર કરી છે. જ્યાં તરણે જણાવ્યું કે વિક્રમ બત્રાના જીવન પર આધારિત આ ફિલ્મનું નામ 'શેરશાહ' છે. જેમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોવા મળશે. જુઓ આ ટ્વિટ...