ફાની' વાવાઝોડુ પુરી તટે ત્રાટક્યુ, 175 કિમીની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન, મોટી તબાહીના એંધાણ

  • ફાની' વાવાઝોડુ પુરી તટે ત્રાટક્યુ, 175 કિમીની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન, મોટી તબાહીના એંધાણ

ભુવનેશ્વરઃ ચક્રવાતી વાવાઝોડુ ફાનીએ ઓડિશા દરિયાકાંઠાએ પહોંચી ગયુ છે. ત્યાં 175 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડુ પુરી તરફ એક કલાકમાં પહોંચી જશે. ફાનીના પૂર્વીય તટ તરફ વળવાના કારણે તટીય વિસ્તારોના નીચલા વિસ્તારોમાથી આઠ લાખ લોકોને સ્થળાંતરિત કરીને બીજે ખસેડવામાં આવ્યા છે.

બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફોની શુક્રવારે ઓરિસ્સાના દરિયાકિનારાના ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ગમે ત્યારે ટકરાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. હાલ આંધ્ર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યાર પુરીમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.