દાહોદ: ચેક પોસ્ટ પર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસ જવાનને મારી ટક્કર

  • દાહોદ: ચેક પોસ્ટ પર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસ જવાનને મારી ટક્કર
    દાહોદ: ચેક પોસ્ટ પર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસ જવાનને મારી ટક્કર

દાહોદ: શહેરના ખંગેલા ચેક પોસ્ટ પાસે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસના જવાનો પર કાર ચડાવી દેતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક એક પોલીસ જવાન તેમજ એક હોમગાર્ડનો જવાન ઘાયલ થતા તેને દાહોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર પર કતવારા પોલીસના જવાનો પર પુરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે ચેકપોસ્ટ પર જ પોલીસના જવાનોને અડફેટે લીધા હતા. આચાર સહિંતા લાગુ હોવાથી ચુંટણી પંચ દ્રારા પણ તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે કેમેરામેનને મુકવામાં આવ્યો હતો તેવા એક કેમેરામેન પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો હતો.