વરૂણ ધવન વાઘા બોર્ડર ‘ધણધણાવશે’

  • વરૂણ ધવન વાઘા બોર્ડર ‘ધણધણાવશે’
    વરૂણ ધવન વાઘા બોર્ડર ‘ધણધણાવશે’

મુંબઇ: વરુણ ધવન બોલીવૂડમાં હરણફાળ ભરી રહ્યો છે. તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શ્રદ્ધા કપૂર સાથે 22 જાન્યુઆરીથી અમૃતસરથી કરશે. વરુણ 26 જાન્યુઆરીએ વાઘા બોર્ડર પર લાઇવ પરફોર્મ કરવાનો છે. જોકે આ તેની ફિલ્મનો જ એક હિસ્સો હશે. વરુણની ફિલ્મ એબીસીડી 3માં એક ડાન્સ સીકવલ છે જેને વાઘા બોર્ડર પર શૂટ કરવામાં આવશે. ડાન્સ સિકવલને અસરકારક દર્શાવવા વરુણે રિપબ્લિક દિવસે લાઇવ પરફોર્મ કરવાનો છે. ડાન્સ સિકવલની સઘળી તૈયારી થઇ ગઇ છે. પરંતુ સરકાર તરફથી મંજૂરીની રાહ જોવાઇ રહી ે. જો બધુ સમુસૂથરું પાર પડશે તો આ દિવસે વરુણના ચાહકોને તેનું લાઇવ પરફોર્મન્સ જોવા મળશે.