મોરબીમા પોલીસ ચોકી સામે જ હત્યાનો મામલો સમગ્ર ઘટના લાઇવ સીસીટીવી સામે આવ્યા

  • મોરબીમા પોલીસ ચોકી સામે જ  હત્યાનો મામલો સમગ્ર ઘટના લાઇવ સીસીટીવી  સામે આવ્યા
    મોરબીમા પોલીસ ચોકી સામે જ હત્યાનો મામલો સમગ્ર ઘટના લાઇવ સીસીટીવી સામે આવ્યા

મોરબીમાં મધરાત્રે નટરાજ ફાટક પાસે ટ્રાવેલ્સના ધધાર્થીની હત્યાનો બનાવ બન્યો હતો .આ નટરાજ ફાટક પાસે પોલીસ ચોકી આવેલી છે.પોલીસ ચોકીની બરોબર સામે રોડ ઉપર જ સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનું સીસીટીવી કેમેરા બ્યાન કરી રહ્યા છે. સીસીટીવી કેમેરામાં બે ગાડીમાં આવેલ છ આરોપીઓ ટ્રાવેલ્સના ધંધાર્થીની કાર પર ઘાતક હુમલો કરીને નાસી જતા જોવા મળે છે.બાદમાં આરોપીઓએ મૃતક ઉપર કાર ચડાવી દઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે.જોકે આ સ્થળે પોલીસ ચોકી છે પણ માત્ર કહેવા પૂરતી છે. તેમાં સ્ટાફ જ નથી. જોકે આ જાહેર અને ધમધતતા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીમાં સ્ટાફ હોત તો આ બનાવ કદાચ નિવારી શકાયો હોત. પરંતુ રેઢીપઢ પોલીસ ચોકી પાસે જ જાણે કાયદાનું ખુલ્લેઆમ ચીરણહરણ કરીને હત્યા કરાતા પીલીસ પર પસ્તાળ પડી છે.