રાજકોટના ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રાફિક પોલીસ રૂ. 500ની લાંચ લેતા કેમેરામાં કેદ, ટ્રાફિક કોન્સ્ટેબલ સસ્પેન્ડ

  • રાજકોટના ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રાફિક પોલીસ રૂ. 500ની લાંચ લેતા કેમેરામાં કેદ, ટ્રાફિક કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    રાજકોટના ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રાફિક પોલીસ રૂ. 500ની લાંચ લેતા કેમેરામાં કેદ, ટ્રાફિક કોન્સ્ટેબલ સસ્પેન્ડ

રાજકોટ:શહેરમાં ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રાફિક પોલીસ મુસાફર પાસેથી લાંચ લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઘટનાની વિગત અનુસાર ટ્રાફિક પોલીસે ત્રિપલ સવારી બાઈકચાલકને રોકીને 1500 રૂપિયાની પહોંચ આપવાને બદલે 500 રૂપિયાની લાંચ લેતા મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. જે મામલે જોઈન્ટ કમિશનરે ટ્રાફિક કોન્સ્ટેબલ રાહીદ અબ્દુલભાઈને સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે બાઈક ચાલક યોગીરાજસિંહ રાજપુત કે જે ગોંડલનાં નિવાસી છે તેમને જ આ વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કરીને પોલસને ઉઘાડી પાડી હતી અને આ વીડિયો PSIને મોકલવાની વાત કરી હતી. જો કે બાઈકચાલક સાથે અંતે પોલીસે સમાધાન કરી લેતા મામલો થાળે પાડ્યો છે અને આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સમગ્ર ઘટનાને પગલે રસ્તા પર લોકોનું ટોળું એકઠુ થઈ ગયું હતું અને ટ્રાફિકજામ સર્જાયો હતો.