પેપ્સીકોએ બટાકાના બીજ મુદ્દે અરવલ્લી-બનાસકાંઠાના 9 ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચ્યાં

  •  પેપ્સીકોએ બટાકાના બીજ મુદ્દે અરવલ્લી-બનાસકાંઠાના 9 ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચ્યાં
    પેપ્સીકોએ બટાકાના બીજ મુદ્દે અરવલ્લી-બનાસકાંઠાના 9 ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચ્યાં

અમદાવાદઃ પેપ્સીકો કંપનીએ બટાકાના બીજ મામલે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગ બદલ બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચી લીધા છે. પેપ્સીકોએ કોમર્શિલ કોર્ટમાં બનાસકાંઠાના હરીભાઇ પટેલ (મેધ કંપા તા.વડાલી), બિપિનભાઇ પટેલ (લક્ષ્મણપુરાકંપા, તા.વડાલી), વિનોદભાઇ પટેલ (બડોલકંપા તા.વડાલી) અને છબીલભાઇ પટેલ (બડોલ કંપા તા.વડાલી) સામેના કેસ પાછા ખેંચી લીધા છે. આ સિવાય વર્ષ 2018માં અરવલ્લીના પાંચ ખેડૂતો સામે કરેલા કેસ પણ ખેંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, પેપ્સીકોએ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગનો આરોપ મુકી બનાસકાંઠાના 4 ખેડૂતો સામે 1 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો હતો. પેપ્સીકોએ કેસ પાછાં ખેંચતા હવે ખેડૂતોએ એક કરોડ રૂપિયાના દાવાને લઈ કાયદાકીય લડાઈ લડવી પડશે નહીં.