કુંભ મેળા સંદર્ભે ઓખા અલ્લાહાબાદ ખાસ ટ્રેન દોડશે

  • કુંભ મેળા સંદર્ભે ઓખા અલ્લાહાબાદ ખાસ ટ્રેન દોડશે
    કુંભ મેળા સંદર્ભે ઓખા અલ્લાહાબાદ ખાસ ટ્રેન દોડશે


રાજકોટ તા.10
કુંભ મેળો અલ્લાહાબાદ ખાતે શરૂ થઈ રહ્યો છે. ત્યારે રેલવે દ્વારા ઓખા અલ્લાહાબાદની ટ્રેન 10 ફેબ્રુ.થી 3થીમાર્ચ સુધી દોડાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાનાર કુંભમેળામાં ભાવીકો જઈ શકે તે માટે ઓખા-અલ્લાહાબાદ ટ્રેન નં. 09571 તા. 10-2થી 3 માર્ચ સુધી દર રવિવારે સવારે 7.20 કલાકે ઉપડી રાજકોટ 12.20, અને અલ્લાહાબાદ મંગળવારે વ્હેલી સવારે 4.50 વાગ્યે પહોચશે.
તેવી જ રીતે ટ્રેન નં. 09572 અલ્લાહાબાદ ઓખા તા.12.2થી 5 માર્ચ સુધી દર મંગળવારે સાંજે 4 કલાકે ઉપડી ગુરૂવારે રાજકોટ રાત્રે 1.10 કલાકે અને ઓખા સવારે 6 વાગ્યે પહોચશે.
આ ટ્રેન ભાડીયા,ખંભાળીયા, કાનાલુસ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, રતલામ, ગંગાપૂર સીટી, આગ્રા પોર્ટ, અને કાનપૂર સહિતના સ્ટેશન થોભશે. જેમાં એક ટુ એસી, પાંચ થડ એસી, 8 સ્લીપર, અને બે જનરલ કોચ રહેશે.