રાજકોટનાં રામકૃષ્ણ નગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ક્રિકેટના સટ્ટા પર રેડ પાડી, 8ની ધરપકડ

  • રાજકોટનાં રામકૃષ્ણ નગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ક્રિકેટના સટ્ટા પર રેડ પાડી, 8ની ધરપકડ

રાજકોટ:શહેરના રામકૃષ્ણનગર અને રાજકમલ એપાર્ટમેન્ટમાં સ્ટેટ મોનીટરીંગના પીએસઆઈ રામાણી અને તેના સ્ટાફે ક્રિકેટના સટ્ટા પર રેડ પાડી હતી. જે દરમિયાન IPLના સટ્ટા પર બેટીંગ લેતા 8 આરોપીઓની ધરપકડ કરી છે. ઘરની અંદરથી મોબાઈલ, લેપટોપ અને ટીવીની મદદથી સટ્ટો રમાડતા હતા. હાલ પોલીસે કુલ મુદ્દામાલ 2,89,730નો જપ્ત કરી આરોપીની પૂછપરછ શરૂ કરૂ છે. પૂછપરછ દરમિયાન મોટા માથાઓની સંડોવણી હોવાનું બહાર આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે સચિન ચંદારણા નામનો બુકી હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા દિનુભાઈ ચંદારણા દિનુભાઈ બુકીના નામે ઓળખાઈ છે. પોલીનના સબસલામતના દાવા:રાજકોટમાં IPL હોય કે ચૂંટણી સટ્ટો કરોડો રૂપિયાનો રમાતો હોય છે. IPLના સટ્ટામાં પણ સ્ટેટ વિજીલન્સે આવીને દરોડો પાડ્યો. સ્થાનિક પોલીસ તો હંમેશા સબસલામતના દાવા કરતી હોય છે. સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ પણ અનેક બુકીઓ ફાવી જાય છે. તેવી ચર્ચા ચાલે છે. આ કેસમાં પણ સ્થાનિક પોલીસને ભોગવવાનો વારો આવશે તેવા સંકેત મળી રહ્યાં છે. આરોપીઓના નામ સચિન નરેન્દ્રભાઈ ઠક્કર - બુકી
રાકેશભાઈ પ્રવીણભાઈ સગપરિયા
અલકેશભાઈ નવીનભાઈ સુબા .
પ્રકાશ ભરતભાઇ મોરઝારીયા
શિવરાજ ભવરસિંહ સીસોદીયા
ધર્મેશ કૈલાસભાઈ
અંકુરભાઈ નવીનભાઈ મહેતા
શ્યામ જમનાદાસ સિંધી - બુકી
ઝડપાયેલો કુલ મુદ્દામાલ રોકડ- 33,810
મોબાઇલ ટેબ્લેટ- 47
વોઇસ રેકોર્ડર- 2
લેપટોપ- 4
Lcd- 5
સેટપ બોક્સ- 3
વાઇફાઇ- 1
રિમોર્ટ- 2
વાહન- 2
ઇલેકટ્રોનિક બોર્ડ- 2
ચાર્જર -4