જામનગર ખંભાળિયા હાઇવે પર બેડ ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા બનાવાયેલ તળાવ ની અંદર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી કેમિકલ

  • જામનગર ખંભાળિયા હાઇવે પર બેડ ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા બનાવાયેલ તળાવ ની અંદર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી કેમિકલ
    જામનગર ખંભાળિયા હાઇવે પર બેડ ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા બનાવાયેલ તળાવ ની અંદર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી કેમિકલ

જામનગર ખંભાળિયા હાઇવે પર બેડ ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા બનાવાયેલ તળાવ ની અંદર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી કેમિકલ અને લિક્વિડ ભરેલા બેરલનો જથ્થો ફેંકી નાશી જતાં સમગ્ર બેડ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની ગંભીરતા સમજી સરકારી તંત્ર પણ બેડ ગામ દોડી આવ્યું હતું. વિઓ: જામનગર નજીક આવેલ બેડ ગામના રહેવાસીઓ આ તળાવમાં ઝેરી કેમિકલ ફેલાઈ જવાના કારણે ખુબજ આક્રોશમાં જોવા મળી રહ્યા હતા. આ તળાવનું પાણી પ્રદુષિત થવાના કારણે ગામ લોકોની હાલત દુકાળમાં અધિક માસ જેવી થઇ હતી. એકતરફ જ્યારે પીવાના પાણીના સાસા છે અને ઢોર ઢાખરને પક્ષીઑ માટે પણ પૂરતું પાણી નથી. ત્યારે આ તળાવ આજુબાજુના ગામની ગાયો તેમજ રોઝડા મોર અને અન્ય નાના મોટા પશુ પક્ષીઓ માટે પીવાના પાણીનું એક માત્ર માધ્યમ હતું. તેમાં પણ હવે ઝેરી કેમિકલ ભળી જતાં આ પાણી ઉપયોગ માં લઈ શકાશે નહિ. તળાવમાં હજારોની સંખ્યામાં ઝેરી કેમિકલના જથ્થાનો નાશ કરવાની સમગ્ર પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર અને સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ છે. કાયદા મુજબ સરકાર દ્વારા નક્કી કરાયેલ જગ્યામાં અને વાતાવરણને નુકશાનના કરે તે મુજબ ઝેરી કેમિકલનો યોગ્ય માપદંડ સાથે નાશ કરવાનો હોય છે. ત્યારે આ પ્રકારે સરકારના તમામ નીતિનિયમોને નેવે મૂકીને પોતાના નિજી સ્વાર્થ માટે ખાનગી કોન્ટ્રાકટરો દ્વારા ગામના તળાવમાં ઝેરી કેમિકલનો નાશ કરવામાં આવતા સરકારી તંત્ર પણ સફાળું ચોંકી ઉઠ્યું હતું. ગ્રામ્ય મામલતદારે સ્થળની મુલાકાતમાં જવાબદાર લોકો સામે કાદક પગલાં લેવાની ખાતરી આપી હતી. બેડ ગામના તળાવમાં પાણીને પ્રદુષિત કરતાં ઝેરી કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવતા રહી રહીને પણ કુંભકર્ણની નિંદરા માંથી ઝાગી ને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ગ્રામજનોની ફરિયાદ બાદ તાત્કાલિક બેડ ગામના તળાવે પહોંચી ગ્યાં હતા. કેમિકલના જથ્થાના સેમ્પલ તેમજ કેમિકલથી અસર પામેલા પાણી અને અન્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કર્યા હતા. આ સેમ્પલ લેબોરેટરીએમાં ચેક કર્યા બાદ જામનગર પ્રદૂષણ કંટ્રોલ વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત તેમની કચેરીએ રિપોર્ટ કરવામાં આવશે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સ્થળ મુલાકાતમાં આ પ્રકારનું પર્યાવરણને નુકશાન કરતું કૃત્ય કરનાર વિરુધ્ધ પોલીસ કેસ કરી યોગ્ય સજા આપવાનું જણાવ્યુ હતું