એરંડા બજારમાં રૂા.7પ થી 80 નો ઘટાડો

  • એરંડા બજારમાં રૂા.7પ થી 80 નો ઘટાડો
    એરંડા બજારમાં રૂા.7પ થી 80 નો ઘટાડો

રાજકોટ: આજે ખાદ્યતેલ બજાર મનમોર રહ્યુ હતુ. એરંડા બજારમાં જોઈએ તો રૂા.7પ થી 80 સુધીનો ઘટાડો થયો હતો. રૂ-કપાસ બજાર, ચણા-બેસન બજારમાં વલણ જળવાયેલુ રહ્યુ હતુ. વિદેશ પાછળ સોના-ચાંદી બજાર પણ મનમોર જણાયું હતુ.
મગફળી
ટેકાનાં ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં પણ 1,00,000 ગુણી જેટલી મગફળીની આવક નોંધવામાં આવી હતી. રાજકોટમાં મગફળી જીણી 9પ0-960 અને મગફળી જાડી 900-910 ઉપર જોવા મળી હતી.
જુનાગઢમાં 10,000 ગુણી મગફળીની આવક રહી હતી. જી10 18,000, જીર0 18ર00, ગુજરાત 37 ના ભાવ 19,000 ઉપર રહ્યા હતા. જામનગર યાર્ડમાં મગફળી જીણી 800-894 અને મગફળી જાડી 8રપ-1000 ઉપર જોવા મળ્યા હતા.
સીંગતેલ
ખાદ્યતેલ બજાર આજે મનમોર રહ્યુ હતુ. રાજકોટમાં લુઝ 4-પ ટેન્કરનાં કામકાજ વચ્ચે ભાવ 96પ, વોશમાં 8-10 ગાડીના કામકાજ વચ્ચે ભાવ 690-699 ઉપર ભાવ રહ્યા હતા. જયારે જામનગરમાં લુઝનાં ભાવ 96પ ઉપર જોવા મળ્યા હતા.
ટેકસપેઈડ સીંગતેલમાં બ્રાન્ડવાળાની લેવાલી ના હોય ભાવમા ટકેલુ વલણ જોવા મળ્યુ હતુ. રાજકોટમાં સીંગતેલના ભાવ જોઈએ તો 1પ કી.ગ્રા. નવા ટીન 1670-1680, 1પ કી.ગ્રા.લેબલ ટીન 1630-1640, 1પ લીટર નવા ટીન 1પ40-1પપ0, 1પ લીટર લેબલ ટીન 1પ00-1પ10 ઉપર રહ્યા હતા. કપાસીયા તેલમાં રૂા.પ નાં ઘટાડા સાથે નવા ભાવ 1પ કી.ગ્રા. ટીન 1રરપ-1રપપ, 1પ લીટર ટીન 114પ-11પપ તેમજ પામોલીન તેલમાં પણ રૂા.પ નો ઘટાડો થતાં નવા ભાવ 1030-1040 ઉપર રહ્યા હતા. સાઈડ તેલોની વાત કરીએ તો વનસ્પતી ઘી 1000-1ર00, કોપરેલ ર3પ0-ર4પ0,દિવેલ 1880, કોર્ન 1રર0, મસ્ટર્ડ ઓઈલ 1300-13પ0 અને સનફલાવર 1300 ઉપર રહ્યા હતા.
ખાંડ
ખાંડ બજારમાં ટકેલુ વલણ રહ્યુ હતુ. રાજકોટમાં 800 ગુણીની આવકે ડી ગ્રેડમાં 3340-3400 અને સી ગ્રેડમાં 3440-3પર0 ઉપર ભાવ રહ્યા હતા.
ચણા બેસન
ચણા-બેસન બજારમાં કાચા માલની આવક ઘટતાં ભાવમાં સ્થિર વલણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં જોઈએ તો ચણા 4700-4800, બેસન 4600-4700 અને ચણા-દાળના ભાવ 6000-6ર00 ઉપર જોવા મળ્યાહતા.
એરંડા
એરંડા બજાર રૂા.70-80 ના ઘટાડા સાથે નરમ જણાયુ હતુ. ગુજરાતમાં 3પ,000-40,000 ગુણીએ 1170-118પ અને સૌરાષ્ટ્રમાં ર000 ગુણીએ 1140-1178 ઉપર ભાવ જોવા મળ્યા હતા. પીઠાનાં ભાવ જોઈએ તો રૂા.7પ ના ઘટાડા સાથે જગાણામાં 11પ0, કડી 1140-11પ0, કંડલા 114પ-11પ0, માવજી હરી 114પ-11પ0, ગીરનાર 114પ-11પ0 ઉપર જોવા મળ્યા હતા.
એરંડા બજાર નરમ જણાતા. દીવેલનાં ભાવમાં પણ રૂા.70 ના ઘટાડા સાથે 1180-118પ ઉપર રહ્યા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજારમાં આવક વધતાં ભાવ ટકેલા રહ્યા હતા. રાજકોટમાં રૂ ગાંસડીના ભાવ 46,000-46.ર00, કપાસીયા 470-48પ તેમજ માણાવદરમાં રૂ ગાંસડી 46,ર00-46,પ00,કપાસીયા પ00-પ0ર ઉપર જોવા મળ્યાહતા.
કપાસ બજારમાં જોઈએ તો ગુજરાતમાં 40,000 ગાંસડી તેમજ દેશમાં 1,3પ,000 ગાંસડી નોંધવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં ર,00,000 મણ કપાસની આવક જોવા મળી હતી. મુખ્ય મથકોમાં જોઈએ તો રાજકોટમાં ર0,000 મણે 1100-1160, હળવદમાં 1પ,000-ર0,000 મણે 1100-11પપ, બોટાદમાં 30,000 મણે 1100-116પ અને અમરેલીમાં 1પ,000-17000 મણની આવકે ભાવ 1100-1170 ઉપર નોંધાયા હતા.
ખોળમાં રાજકોટમાં 60 કીલો 11ર0-1140, પ0 કીલો 1000-1180 અને કડીમાં 1170-1180 નોંધાયો હતો.
સોના ચાંદી
વિદેશનીતિ પાછળ સોના-ચાંદીના ભાવ મનમોર જણાયા હતા. રાજકોટમાં ચાંદી પ્રતિ કી.ગ્રા.એ. ભાવ 37,400 ઉપર જોવા મળ્યા હતા. સોનામાં સ્ટાન્ડર્ડ 3ર,ર00, રર કેરેટ 30,900
ઉપર રહ્યા હતા. બિસ્કીટનાં ભાવ વધીને 3,રર,000 ઉપર જોવા મળ્યા હતા.