ચટ બ્યાહ ઔર પટ ગોદભર આયી!

  • ચટ બ્યાહ ઔર પટ ગોદભર આયી!
    ચટ બ્યાહ ઔર પટ ગોદભર આયી!

મુંબઇ: બોલીવુડના એનર્જેટિક એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલીવુડના સૌથી ખૂબસુરત કપલ્સમાંથી એક છે. બંનેએ 6 વર્ષની રિલેશનશીપ બાદ લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય લીધો. બંનેએ 14-15 નવેમ્બરના રોજ સાત ફેરા લીધાં. લગ્ન બાદ આ હોટ કપલ પોતાના લગ્નની તસવીરો કે આઉટફિટના કારણે સતત ચર્ચામાં રહ્યું છે.બંનેના લગ્નને આશરે બે મહિના થવા આવ્યાં છે. તેવામાં દીપિકાની પ્રેગનેન્સીને લઇને ખૂબ વાતો થઇ રહી છે. સોશિયલ મીડિયા પર ફરતી કેટલીક ખબરો અનુસાર દીપિકા પ્રેગનેન્ટ છે. તેવામાં પોતાની પ્રેગનેન્સીની ખબરોને લઇને દીપિકાએ પણ મૌન તોડ્યુ છે. દિપ્કાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મહિલાઓની ગર્ભાવસ્થાને લઇને ફેલાયેલી રૂઢીવાદી પરંપરાઓ પર વાત કરવી જોઇએ.
જણાવી દઇએ કે સિમ્બાના પ્રમોશન દરમિયાન એક મહિલા પત્રકારે રણવીરને પૂછ્યું, તમે તાજેતરમાં જ કહ્યું હતું કે દીપિકા 6 મહિનામાં મારા બાળકોની માતા બનશે. તેની પાછળનો અર્થ શું હતો? આ સવાલના જવાબમા રણવીરે કહ્યું કે, હું તેને વર્ષ 2012માં મળ્યો હતો અને હું જાણતો હતો કે આગામી 6 મહિનામાં તે મારા બાળકોની મા બનવાની છે. રણવીરની આ વાત પર રોહિત પણ તેની મજા લેતા જોવા મળ્યો. આ વાત સાંભળીને સારા પણ હસવા લાગી. રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.