નવા વર્ષમાં બાયોપિક ફિલ્મોની ભરમાર

  • નવા વર્ષમાં બાયોપિક ફિલ્મોની ભરમાર
    નવા વર્ષમાં બાયોપિક ફિલ્મોની ભરમાર

નવી દિલ્હી તા,10
નવું વર્ષ શરુ થઈ ચૂક્યું છે અને ફિલ્મને લઈને ચાહકોની આશા પણ વધી રહી છે. ગત વર્ષે બોલીવૂડમાં બાયોપિકનું ફિલ્મનો ક્રેઝ યથાવત રહ્યો છે. રહસ્ય, રોમાન્સ, ઈમોશન અને સંઘર્ષથી ભરેલી ફિલ્મને લોકો ખૂબ પસંદ કરે છે. ગત વર્ષે લોકોએ એ પણ સાબિત કરી દીધુ હતું કે, ફિલ્મોમાં ક્ધટેન્ટ ઈઝ ધ કિંગ. આ વર્ષે રીલિઝ થનારી બાયોપિક ફિલ્મમાં મહિલા કેન્દ્રીત ફિલ્મો મુખ્ય છે.
ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી’માં ઝાંસીની રાણીની ભૂમિકરામાં એક અલગ અંદાજમાં કંગના રનૌત જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 25 જાન્યુઆરીનો રોજ રીલિઝ થઈ રહી છે. રાણી લક્ષ્મીબાઈ પ્રથમ મહિલા યોદ્ધા હતી. જેણે પોતાના સમયમાં અંગ્રેજો સામે સ્વતંત્રતાનો સંગ્રામ શરુ કર્યો હતો અને ઝાંસીમાંથી નેતૃત્વ કર્યું હતું.
દીપિકા પદુકોણ લગ્નબાદ પ્રથમ ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. જેમાં તે એક બહાદૂર મહિલા લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા અદા કરી છે. જે એક એસિડ અટેકથી ઈજાગ્રસ્ત છે. આ ફિલ્મ એસિડ હુમલાનો ભોગ બનેલા લોકોના અધિકારીઓ પર ફિલ્માવવામાં આવી છે. આ ફિલ્મનું ડાયરેકશન મેઘના ગુલઝાર કરી રહ્યા છે.
ફિલ્મનિર્માતા અમોલ ગુપ્તેના ડાયરેકશનમાં અને ભૂષણ કુમારના પ્રોડકશનમાં તૈયાર થનારી ફિલ્મ ‘સાયના નેહવાલ’માં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેના કરિયરની માઈલસ્ટોન ફિલ્મ સાબિત થાય એવું બી-ટાઉનમાં ચર્ચાય છે. સાયના નેહવાલ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે.
ઈન્દ્રીજીત લંકેશ નિર્દેશિત ફિલ્મ ‘શકિલા’માં એકટ્રેસ રીચા ચઢ્ઢા લીડ રોલમાં જોવા મળશે. 90ના દાયકાની એડલ્ટ ફિલ્મ સ્ટાર ‘શકીલા’ના વાસ્તવિક જીવન પર ફિલ્માવવામાં આવી છે. આશકીલાએ પોતાના કેરિયરની શરુઆત એક નાનકડા રોલથી કરી હતી જે પછીથી એક સુપરસ્ટાર બની હતી.
અનુરાગ કશ્યપની ફિલ્મ ‘વુમનિયા’માં તાપસી પન્નુ એક અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક શુટરનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ ભારતની બે વૃદ્ધા મહિલા શુટર ચંદ્રો તોમર અને તેમની દેરાણી પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. આ ફિલ્મ આગામી ફેબ્રુઆરી સુધીમાં રિલિઝ થઈ રહી છે.