પરિણીતી ઉજાગર કરે છે પોતાની ફિટનેસનું રહસ્ય

  • પરિણીતી ઉજાગર કરે છે પોતાની ફિટનેસનું રહસ્ય
    પરિણીતી ઉજાગર કરે છે પોતાની ફિટનેસનું રહસ્ય

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરાએ છ વર્ષની કારકિર્દીમાં જે ફિલ્મો કરી તેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તાજેતરમાં તેની ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ ફિલ્મ પણ ફ્લોપની યાદીમાં સામેલ થઇ. હવે તે અક્ષયકુમાર સાથે ફિલ્મકાર કરણ જોહર દ્વારા નિર્મિત અને અનુરાગસિંહ નિર્દેશિત ‘કેસરી’માં કામ કરી રહી છે. આ ફિલ્મ સારાગઢીનાં યુદ્ધ પર આધારિત છે. 
આ ફિલ્મમાં પહેલી વાર તેને અક્ષયકુમાર સાથે કામ કરવાનો મોકો મળશે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં મોહિત રૈના, અશ્ર્વત્થ ભટ્ટ, પવન મલ્હોત્રા અને રાણા રણવીર પણ જોવા મળશે. આ ઉપરાંત તે અર્જુન કપૂર સાથે ‘સંદીપ ઔર પિંકી ફરાર’માં પણ કામ કરી રહી છે. તે કહે છે કે ફિલ્મની પસંદગી કરતી વખતે હું સ્ક્રિપ્ટ અને કહાનીમાં મારી ભૂમિકા જોઉં છું.
આ ઉપરાંત ફિલ્મનું નિર્દેશન મહત્વનું હોય છે. આ બધી વસ્તુઓ પસંદ પડ્યાં બાદ હું કોઇ ફિલ્મ માટે હા કહું છું. ફિટનેસ માટે પરિણીતિએ ખાણી-પીણીનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તે કહે છે કે નબળા મેટાબોલિઝમનાં કારણે મારું વજન ખૂબ જલદી વધી જાય છે. તેથી મેં પિઝા, બર્ગર અને બાકીનું ફાસ્ટ ફૂડ ખાવાનું છોડી દીધું છે. 
હવે હું બ્રેકફાસ્ટમાં એક ગ્લાસ દૂધ, માખણ સાથે બ્રાઉન બ્રેડ, બે ઇંડાંનો સફેદ ભાગ, ક્યારેક ક્યારેક જ્યૂસ લઉ છું, જ્યારે લંચમાં દાળ-રોટી, બ્રાઉન રાઇસ, સલાડ અને લીલાં પાનવાળાં શાક ખાઉં છું. 
ડિનરમાં ઓછા તેલવાળો સાદો ખોરાક, એક ગ્લાસ દૂધ અને ક્યારેક-ક્યારેક ચોકલેટ લઉં છું. કોઇ પણ હાલતમાં સૂવાનાં બે કલાક પહેલાં ડિનર કરી લઉં છું.