ચૂંટણી બાદ ધરખમ ફેરફારઃ વાઘાણી મંત્રી બની શકે તો ભુપેન્દ્રસિંહનું પતું કપાઈ તેવી શક્યતા

  • ચૂંટણી બાદ ધરખમ ફેરફારઃ વાઘાણી મંત્રી બની શકે તો ભુપેન્દ્રસિંહનું પતું કપાઈ તેવી શક્યતા

ગાંધીનગરઃ બુધવારે સવારે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ ગાંધીનગરમાં બેસતાં ઉચ્ચ અધિકારીઓમાં એક વાત હોટ ટોપિકની જેમ ચર્ચાઇ અને તે રહી રૂપાણી સરકારમાં ચૂંટણી પછી તોળાઇ રહેલા ફેરફારોની. રાજકીય ઘટનાક્રમોની ખૂબ નજીક રહેતાં સચિવાલયના આ અધિકારીઓમાં પડતાં મૂકાનારા અને નવા ઉમેરાઈ શકે તેવાં ચહેરાઓને લઇને ખૂબ લાંબી ચર્ચાઓ દિવસભર થતી રહી. એક ઉચ્ચ અધિકારીના જણાવ્યાં અનુસાર, ચૂંટણીના પરિણામો બાદ રાજ્ય સરકારમાં ખૂબ મોટાપાયે પરિવર્તનો થવા જઇ રહ્યાં છે. હાલ પ્રવર્તી રહેલી રાજકીય સ્થિતિને લઇને મુખ્યમંત્રી રૂપાણી પર સરકારમાં તબદીલીનું દબાણ ઊભું થયું હોવાનું અધિકારીઓ ખાનગીમાં સ્વીકારે છે. આ માટે સરકારે સંબંધિત વિભાગો સાથે પરામર્શ પણ શરુ કરી દીધો હોવાનું અધિકારીઓ સ્વીકારે છે.