અમેરિકા ની પેપ્સીકો કંપનીએ બનાસકાંઠા સહિત ગુજરાતના 4 ખેડૂતો સામે 1-1- કરોડનો દાવો કર્યો

  • અમેરિકા ની પેપ્સીકો કંપનીએ બનાસકાંઠા સહિત ગુજરાતના 4 ખેડૂતો સામે 1-1- કરોડનો દાવો કર્યો
    અમેરિકા ની પેપ્સીકો કંપનીએ બનાસકાંઠા સહિત ગુજરાતના 4 ખેડૂતો સામે 1-1- કરોડનો દાવો કર્યો
  • અમેરિકા ની પેપ્સીકો કંપનીએ બનાસકાંઠા સહિત ગુજરાતના 4 ખેડૂતો સામે 1-1- કરોડનો દાવો કર્યો
    અમેરિકા ની પેપ્સીકો કંપનીએ બનાસકાંઠા સહિત ગુજરાતના 4 ખેડૂતો સામે 1-1- કરોડનો દાવો કર્યો

અમેરિકા ની પેપ્સીકો કંપની એ બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ગુજરાત 9 ખેડૂતો સામે દાવો કર્યો છે જેમાં આ પેપ્સીકો કંપની કોન્ટ્રાકટ બેજ થી ખેડૂતો પાસે એફ સી 5 નામની જાત ના બટાટા નું વાવેતર કરાવતી હતી પરંતુ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો પર પેપ્સીકોએ આક્ષેપ કર્યો છે કે, પેપ્સીકોના નામે રજીસ્ટર્ડ થયેલા બટાકાની વિશિષ્ટ જાતને ઉગાડી આ ખેડૂતો કાયદાનો ભંગ કરી રહ્યા છે. પેપ્સીકોએ દાવો કર્યો છે કે, પેપ્સીકોની સબસિડરી બ્રાન્ડ 'લેસ' ચિપ્સના ઉત્પાદનમાં જાણીતું નામ છે. ચિપ્સના ઉત્પાદન માટે બટાકાની એફ.સી.-૫ તરીકે ઓળખાતી ખાસ હાઇબ્રીડ જાત ૨૦૦૧માં રજીસ્ટર્ડ કરાવી હતી. આ જાતના બટાકા ખેડૂતો ઉગાડી તેમના આઇ.પી.આર.નો ભંગ કરી રહ્યા છે. અને કાયદાનો ભંગ કરી બટાકા બજારમાં વેચી પણ રહ્યા છે. પેપ્સીકોએ આ અંગે કોર્ટમાં પુરાવા પણ રજૂ કર્યા છે. પેપ્સીકોની કોર્ટ સમક્ષ માગણી હતી કે, જો એફ.સી.-૫ બટાકાના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિકપણે સ્ટે નહીં ફરમાવાવમાં આવે તો કંપનીને મોટું નુકસાન જશે.
આ ઉપરાંત દરેક ખેડૂત પાસેથી વળતર પેટે રૂપિયા એક કરોડ વસૂલવામાં આવે. ત્યારે કોર્ટે કંપનીની રજૂઆતને ધ્યાને લઇ કોર્ટ કમિશનરની નિમણૂક પણ કરી છે. કોર્ટ કમિશનર આ વિવાદનો અભ્યાસ કરી બટાકાના સેમ્પલ શિમલા સ્થિત લેબોરેટરીમાં મોકલશે. જો કે દાવો જે ખેડૂતો પર કફવામાં આવ્યો તે ખેડૂતો પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે અને કંપની ખોટી રીતે દબાવવાનો પ્રયાસ કરી રહી છે જે મામલે કંપની દાવો પાછો નહીં ખેંચે તો ખેડૂતો તેની તમામ પ્રોડક્ટ નો બાહિષ્કાર કરશે તેમ જણાવ્યું હતું......