નિવૃત્ત પોલીસમેન ભાઇ, બીજા ભત્રીજાને છ માસની સજા

  • નિવૃત્ત પોલીસમેન ભાઇ, બીજા ભત્રીજાને છ માસની સજા
    નિવૃત્ત પોલીસમેન ભાઇ, બીજા ભત્રીજાને છ માસની સજા

 વારસાઇ મિલકતના પ્રશ્ર્ને છરીના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું’તું : મહિલાનો નિર્દોષ છુટકારો
રાજકોટ તા.1
રાજકોટ તાલુકાના કુવાડવા ગામે વર્ષ 2015 માં મહેશગીરી પરસોતમગીરીની હત્યાના ગુનામાં પકડાયેલા મૃતકના સગા ભાઇ અને હાલ નિવૃત પોલીસમેન હિતેષપરી ઉપરાંત તેના બે પુત્ર અજયપરી અને નિરજપરીને કોર્ટે દોષિત ઠેરવ્યા હતાં. મૃતકના ભત્રીજા અજયપરીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ અજયનાભાઇ અને પિતાને માર મારવાના ગુનામાં 6.6 માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. જયારે આરોપી હિતેષપરીના પત્નીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરાયો છે.
આ કેસની વિગત મુજબ કુવાડવામાં ફરજ બજાવતા પોલીસમેન હિતેષપરી અને તેના ભાઇ મહેશપરી વચ્ચે પિતા પરસોતમપરીની દુકાન વેચવા મુદે તકરાર ચાલતી હતી. પિતાની હયાતી છે ત્યાં સુધી મિલ્કત વેચવી નથી એ મુદા પર ચાલતા ડખ્ખામાં ચાર વર્ષ પહેલા પોલીસમેન હિતેષગીરી તેના પત્ની રસીલાબેન પુત્ર, અજયપરી અને નિરજપરીએ મહેશપરી પરસોતમપરીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા ખુનના ગુનામાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ રજુ કર્યું હતું.
બાદમાં કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજુઆતો અને દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપી ભત્રીજા અજયપરીને આજીવન કેદ અને પોલીસમેન ભાઇ અને બીજા ભત્રીજાને 6.6માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. જયારે પોલીસમેન હિતેષપરીની પત્ની રસીલાબેનને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સ્મીતાબેન અત્રે રોકાયા હતાં.