તામિલનાડુમાં ‘ગાજા’ ચક્રવાતે ભારે વિનાશ વેર્યો: 18નાં મોત

ચેન્નાઇ,તા. ૧૬
તમિળનાડુમાં ચક્રવાતી તોફાન ગાજાના કારણે ભયંકર તબાહી થઇ છે. રાજ્યમાં હજુ સુધી ૯૦૦૦૦થી પણ વધુ લોકોન્ો સુરક્ષિત સ્થળોએ ખસ્ોડવામાં આવ્યા છે. ચક્રવાતી તોફાન સાથે સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે અન્ો અન્ોક લોકો લાપત્તા હોવાનું જાણવા મળી રહૃાું છે.
રાજ્યના અન્ોક જિલ્લામાં તોફાનના લીધે મકાનોન્ો નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. વરસાદૃના લીધે ત્રીચીમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મોબાઇલ સિગ્નલો પણ ખોરવાઈ ગયા છે. વાવાઝોડાના પરિણામ સ્વરુપ્ો મીઠાના ઉત્પાદૃનન્ો પણ માઠી અસર થઇ છે. આન્ો લઇન્ો મુખ્યમંત્રી પલાનીસામીએ કહૃાું છે કે, ૯૦૦૦૦ લોકોન્ો ૪૭૧ સરકારી રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. તોફાનગ્રસ્ત વિસ્તારોમાં જવાની યોજના પણ મુખ્યમંત્રી બનાવી રહૃાા છે.
કેન્દ્રીય ગ્ાૃહમંત્રી રાજનાથિસંઘે મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી રાજ્યન્ો તમામ મદૃદૃ કરવાની ખાતરી આપી હતી. વહીવટીતંત્ર દ્વારા નુકસાનની ખાતરી કરવામાં આવી રહી છે. ગાજાના લીધે નાગાપટ્ટીનમ જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે. સ્થિતિન્ો ધ્યાનમાં લઇને રામનાથપુરમ અને તુતીકોરિનમાં માછીમારોન્ો દૃરિયાથી દૃૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, મૃતકોના પરિવારન્ો ૧૦-૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે ગંભીરરીત્ો ઘાયલ થયેલાઓન્ો એક-એક લાખ રૂપિયા તથા ઓછા ઘાયલ લોકોન્ો ૨૫ હજાર રૂપિયાની આર્થિક મદૃદૃ આપવામાં આવશે. સ્થિતિન્ો સામાન્ય બનાવવાના સરકાર દ્વારા પ્રયાસ થઇ રહૃાા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. તમિળનાડુમાં એનડીઆરએફની નવ અન્ો પુડ્ડુચેરીમાં બ્ો ટીમોન્ો પહેલાથી જ એલર્ટ પર રાખવામાં આવી હતી. આ ઉપરાંત ૩૧ હજાર બચાવ અન્ો રાહત કર્મચારી ત્ૌનાત કરવામાં આવ્યા છે. ધારણા પ્રમાણ ગાજા ચક્રવાતી તોફાન તમિળનાડુના પમ્બન અન્ો કડલોર વચ્ચે દૃરિયા સાથે ટકરાતા ત્ોની માઠી અસર જોવા મળી હતી. આ ગાળા દૃરમિયાન આશરે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ્ો પવન ફુંકાતા ચારેબાજુ ભારે તબાહી થઇ હતી. વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ઘરોન્ો ભારે નુકસાન થયુ હતુ. હવામાન વિભાગ્ો માહિતી આપતા કહૃાુ છે કે તોફાન પશ્ર્ચિમ તરફ આગળ વધ્યા બાદૃ ધીમે ધીમે કમજોર થશે.