ભ્રષ્ટાચારના કેસમાં એડિ. જજ ગિરફતાર


હૈદરાબાદ, તા.16
તેલંગણાના એડિશનલ જજની વિરુદ્ધમાં મળેલી ફરિયાદ બાદ એસબીએ તેમના, સબંધીઓ અને સહયોગીઓના 9 સ્થળોએ દરોડા પાડતાં 3 કરોડની સંપત્તિ મળી આવી હતી. એસીબીએ આ મામલે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે. તેમને 28મી નવેમ્બર સુધી રિમાન્ડ પર મોકલાયા છે. હૈદરાબાદ હાઇકોર્ટના જજને તેલંગણાના રંગારેડ્ડી જિલ્લા એડિશનલ જજ વૈદ્ય વારા પ્રસાદની વિરુદ્ધ ફરિયાદ મળી હતી અને એ બાદ એસીબીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ અપાયો
(અનુસંધાન પાના નં.10)
હતો. ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશ પર જજ પ્રસાદ પર ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો.
એસીબીએ બુધવારે હૈદરાબાદમાં ચાર સ્થળો, તેલંગણાના સિરિસિલ્લામાં ત્રણ સ્થળો અને મહારાષ્ટ્રમાં બે સ્થળોએ દરોડા પાડયા હતા.લગભગ 1.5 કરોડ રૂપિયાના બિલવાળી આ સંપત્તિનો બજાર ભાવ 3 કરોડ રૂપિયા જેટલો થાય છે. એસીબીના નિવેદન અનુસાર જજ અને તેમના પરિવારજનોએ ઘણા વિદેશ પ્રવાસો પણ કર્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જજ, તેમના સબંધી અને સહયોગીઓે ત્યાંથી 3 ફ્લેટના દસ્તાવેજ, બે કાર, ઘરની લક્ઝરી સામાન, એક ટુ વ્હિલર અને 38.18 લાખની ફ્ક્સિ ડિપોઝિટ મળી આવ્યા હતાં. ઉપરાંત જજ અને તેમના પરિવારના સભ્યોએ કરેલી કેટલીય વિદેશયાત્રા દરમિયાન કરેલા ભારે ખર્ચના પુરાવા પણ મળ્યા હતા.