વિરાટ કોહલી ભાવવિભોર

  • વિરાટ કોહલી ભાવવિભોર
    વિરાટ કોહલી ભાવવિભોર

ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી ઈતિહાસ રચ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ચાર મેચ જીતીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી ઝળહળતી સફળતા મેળવી લીધી છે. સિડનીમાં આયોજીત આ મેચમાં છેલ્લી ટેસ્ટમેચમાં વરસાદના કારણે મેચ ડ્રો થયો હતો. પણ ભારતને એડિલેન્ડ અને મેલબોર્ન ટેસ્ટ જીતીને સીરીઝમાં પહેલા જ અજય સિદ્ધિ મેળવી લીધી હતી. જીત બાદ ટીમના કેપ્ટન કોહલી સ્વાભાવિક છે કે ખુબજ ખુશ થાય. કોહલીએ જીતની પૂરી ટીમને શ્રેય આપ્યો છે. કોહલીએ કહ્યુ સૌથી પહેલા હુ એવુ કહીશ કે આ સમગ્ર ટીમના મહેનતનુ પરિણામ છે. મને આટલી ખુશી આ પહેલા ક્યારેય નથી મળી. મે અહી પહેલી વખત કેપ્ટન પદ સંભાળ્યુ હતુ આજે અમને સફળતા મળી છે. મને વિશ્વાસ નથી આવતો કે 4 વર્ષ પછી અમે અહી ટેસ્ટ સીરીઝ જીતી ચુક્યા છીએ.
હુ આ સમયે ફક્ત એટલપ જ કહીશ કે મને ગર્વ છે કે મારી પાસે આવી મજબુત ટીમ છે.હુ મારી જાતને નશીબદાર માનું છુ કે મારી પાસે આટલી મજબુત ટીમ છે. આવા ખેલાડીઓના કારણે જ કેપ્ટન મજબુત લાગે છે.
ભારતીય કેપ્ટને કહ્યુ કે આ મારી કેરિયરની સૌથી મોટી સફળતા છે. જ્યારે 2011નમા અમે વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ટીમનો હુ સૌથી યુવાન ખેલાડી હતો. મે આ સમયે સૌને ભાવુક થતા જોયા છે. આ સીરીઝ જીતવાનું મારા માટે એક અલગ જ મહત્વ ધરાવે છે. વિરાટ કોહલીએ ફરી એક વાર કહ્યુ કે આ તેમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધી છે.
કોહલીએ કહ્યુ કે આ સીરીઝ જીતીને અમે ઈતિહાસ રચ્યો છે. અમે આ સિદ્ધિ મેળવીને ગર્વ કરીએ છીએ. કોહલીએ આ મોકા પર પોતાની ટીમના ભરપેટ વખાણ કર્યા હતા. ખાસ કરીને પુજારાની ખુબજ પ્રશંસા કરવામાં આવી. વિરાટે કહ્યુ કે આ ક્ષણે હું પુજારાનુ ખાસ નામ લઈશ કેમકે આ જીત પાછળ તેનો ભવ્ય ફાળો રહેલો છે. પુજારા સતત નવુ શિખવા આતુર રહે છે. તે સતત ફોકસ પોતાના રમતમાં જ રાખે છે. હું તેના આ શાનદાર પ્રદર્શનથી ખુબજ ખુશ છુ.
કોહલીએ આ સીરીઝમાં ડેબ્યૂ કરનાર મયંક અગ્રવાલની પણ પ્રશંસા કરી. તેણે કહ્યુ કે તે બોક્સિંગ ડે ટેસ્ટ ચેમ્પિયનની જેમ રમ્યો. તે માનસીક રીતે ખુબજ દૃઢ છે. આ રીતે આખી ટીમે ખુબજ સારી રીતે પ્રદર્શન કર્યુ.