પુજારા ડાન્સ !

  • પુજારા ડાન્સ !
    પુજારા ડાન્સ !


નવી દિલ્હી
ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોહલીની વિરાટ ટીમે ઇતિહાસ બનાવ્યો છે. સિરીઝ જીતીને ટીમ ઇન્ડિયાએ ક્રિકેટની દુનિયામાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ગ્રાઉન્ડ પર ડાન્સ-મસ્તી, ગીત અને હાથમાં ત્રિરંગો લઇને ખેલાડીઓ જીતનો આનંદ
લઇ રહ્યા હતા. આ જીતને લઇને કેપ્ટનથી કોચ સુધી બધા જ ખુશ છે. જો કે મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમે પોતાનુ: ડાન્સ ટેલેન્ટ પણ દેખાડયુ હતું.
જયારે આ જીતનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે બીજા ખેલાડીઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે પુજારા થોડો શરમાઇ રહ્યો હતો. એ સમયે ટીમના સૌથી યુવા ખેલાડી પંતે તેનો હાથ પકડીને મુવ્સ કરાવ્યા હતા. શાસ્ત્રીએ કહ્યું હતું કે, પુજારા થોડુ શરમાઇ રહ્યો હતો પણ પંતે તેની સારી મદદ કરી. કોહલીએ આ જીતને પોતાના કેરીયરની સૌથી મોટી સિદ્ધી ગણાવી હતી. તેણે ઉમેર્યુ કે આ સીરિઝ જીતવા માટે અમે ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ડાન્સ કરવતા જોવા મળ્યા હતા. આ ડાન્સ બાદ જયારે કોહલીને સોશિયલ મીડીયા પર સવાલ કરવામા: આવ્યો ત્યારે કોહલીએ કહ્યુ: કે, આ પુજારા ડાન્સ છે. આ ઐતિહાસિક જીત બાદ જયારે વિરાટ કોહલીએ મીડીયાને સંબોધન કર્યુ ત્યારે ટીમ ઇન્ડિયાના અનોખા ડાન્સ પર સવાલ કરવામાં આવ્યા હતા. આ પછી કોહલીએ સ્પષ્ટતા કરી કે, આ પુજારા ડાન્સ હતો કારણ કે, જયારે પણ તે ચાલે છે ત્યારે તે પોતાના હાથ હલાવતો નથી. વધારે હું નહીં કહી શકું પણ પંત કહી શકશે.
વિરાટે કહ્યું હતું કે, પુજારા આ સ્ટાઇલમાં ચાલે છે. આ આઇડીયા પંતે આપ્યો હતો અને મે ફોલો કર્યો. ખરેખર કહુ: તો મને ખબર ન હતી તેઓ શું કરવા માગે છે. અમને એ સારું લાગ્યું જે ખુબ સરળ હતું. પણ એ સમયે પુજારા ખુશ હતો અને હસી રહ્યો હતો. પણ તે આ કરી શકયો નહી. તે ખુબ સાદો સિમ્પલ છે. ભારતે એડિલેડમાં ટેસ્ટ શ્રેણી જીતીને એક નવી શરૂઆત કરી છે. પર્થ ટેસ્ટ જીતીને તેણે ઓસ્ટ્રેલીયાની બરોબરી કરી હતી અને મેલબોર્નમાં ભારતે જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. સોમવારે સિડની ટેસ્ટ ડ્રો જતા 2-1 ભારતે સિરીઝ જીતી લીધી હતી.