SGVP ગુરુકુળ રીબડામાં સ્પોટર્સ સ્કૂલનો પ્રારંભ

  • SGVP ગુરુકુળ રીબડામાં સ્પોટર્સ સ્કૂલનો પ્રારંભ
    SGVP ગુરુકુળ રીબડામાં સ્પોટર્સ સ્કૂલનો પ્રારંભ

રાજકોટ તા,1
સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદની નૂતન શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે એસસીએના સીઈઓ નિરંજનભાઇ શાહના હસ્તે સ્પોર્ટસ સ્કુલનું ઓપનીંગ તથા સૌરાષ્ટ્ર જીપીએલ ટી-20 નાઈટ ટુર્નામેન્ટની ફાઇનલ સ્પર્ધાનું ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ રણજી કેપ્ટન બિમલભાઈ જાડેજા, જયદેવભાઇ શાહ રણજી ટ્રોફી કેપ્ટન, ભૂપતભાઇ તળાવિયા. હિમાંશુભાઇ શાહ, જૠટઙ ગુરુકુળના અગ્રણી પરષોત્તમભાઇ બોડા, એસજીવીપી ગુરુકુલ વિદ્યાલયના પ્રિન્સિપાલ રંજન કુટ્ટી, સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી સિલેક્ટર શ્રી મોહનસિંહજી જાડેજા વગેરે ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નિરંજનભાઇ શાહે જણાવ્યું હતું કે આ શાાળામાં નેશનલ કક્ષાનું ગ્રીનરી લોનવાળું નમુનેદાર ઝળાહળ લાઇટોથી શોભી રહેલ ક્રિકેટ ગ્રાઉન્ડ જોઇ અત્યંત આનંદ થાય છે. ખરેખર રાજકોટ માટે ગૌરવ છે.
ગુજરાત તેમજ ભારતભરમાંથી જે જે ક્રિકેટરો અહીં રમવા આવવાના છે તે દરેકને અભિનંદન આપું છુંં. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા અન્ય સંતો ગુરુકુલ દ્વારા આધુનિક શિક્ષણની સાથે જે સંસ્કાર આપી રહ્યા છે તેથી મને ખૂબદ આનંદ છે.
આ પ્રસંગે જયદેવભાઇ શાહે જણાવ્યું હતું કે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બહુ ઓછી જગ્યાએ રમાતી હોય છે ખરેખર આ ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. અમે પણ જરુર આનો ઉપયોગ કરીશું. આવા ગ્રીનરી લોનવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવનાર સ્વામીજીને ધન્યવાદ છે.
આ પ્રસંગે શા.ધર્મવત્સલદાસજી સ્વામીએ જણાવેલ કે અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતા શ્રી નિરંજનભાઇ શાહ અને અન્ય મહેમાનોએ પધારી ક્રિકેટરોને જે પ્રોત્સાહિત કર્યા છે તેથી સંસ્થા ખૂબજ આભાર વ્યક્ત કરે છે.
અહીં આધુનિક એ.સી. હોસ્ટેલ,ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ કોર્ટ, સ્વીમીંગ પુલ, હોર્સ રાઇડીંગ, હોકી, હેન્ડબોલ તેમજ ઇન્ડોર સ્ટેડિયમમાં બેડ મિન્ટન, ટેબલ ટેનિસ, બોક્સિંગ રીંગ તથા રાઇફલ શુટીંગની તાલિમ પણ અપાય છે.
ભાવનગર અને ગોંડલ ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલ ફાઇનલ મેચમાં ભાવનગર ટીમ વિજેતા થતા, નિરંજનભાઇ શાહ અને ધર્મવત્સલદાસજી સ્વામીના હસ્તે વિજેતા ટીમને શિલ્ડ અને વ્યક્તિગત પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ. સભા અને અન્ય વ્યવસ્થા કોઠારી સ્વામીહરિનંદનદાસજી અને ભંડારી સ્વામી વિશ્વસ્વરુપદાસજી સ્વામીએ સંભાળી હતી.