ભારતને મળી મોટી સફળતાઃ મસૂદને જાહેર કરાયો આંતરરાષ્ટ્રીય આતંકી, ચીને વીટો પરત ખેંચ્યો

  • ભારતને મળી મોટી સફળતાઃ મસૂદને જાહેર કરાયો આંતરરાષ્ટ્રીય આતંકી, ચીને વીટો પરત ખેંચ્યો
    ભારતને મળી મોટી સફળતાઃ મસૂદને જાહેર કરાયો આંતરરાષ્ટ્રીય આતંકી, ચીને વીટો પરત ખેંચ્યો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આખરે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો એવો મસૂદ પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાયા છે, છેલ્લે પુલવામામાં કરેલા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. મોદી સરકારનો આ મોટો કુટનૈતિક વિજય છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન હંમેશાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કરતું આવ્યું છે, પરંતુ આ વખતે ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો ન હતો.