અનામતનો લાભ લેવા કયા ડોકયુમેન્ટસ જોઈશે?

નવી દિલ્હી તા.7
અનામતનો લાભ લેવા માટે તમારે આવક પ્રમાણ પત્ર દેખાડવું પડશે. તમને જણાવી દઇએ કે, જે સવર્ણોની વર્ષની આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે, તે તમામ લોકો તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેના સિવાય અનામતનો ફાયદો ઉઠાવવા માટે જાતિ પ્રમાણ પત્ર, બીપીએલ કાર્ડ અને પેનકાર્ડ પણ દેખાડવું પડશે.
એટલું જ નહીં, આધાર કાર્ડ, બેંક પાસ બુક અને ઇનકમ ટેક્સ રિટર્ન પણ દેખાડવું જરૂરી રહેશે.
સૂત્રોના મતે, આરક્ષણનો કોટા હાલ 49.5 ટકાથી વધારે 59.5 ટકા કરવામાં આવશે. લાંબા સમયથી આર્થિક રૂપથી પછાત સવર્ણો માટે અનામતની માંગ કરવામાં આવી રહી હતી.