સવર્ણોને અનામત મુદ્દે કોણે શું કહ્યું ?


નવી દિલ્હી તા.7
કેન્દ્ર સરકારે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને કેબીનેટમાં પાસ કરી દીધો છે. તેના પર હવે અનય પક્ષોના રિએકશન પણ આવવાના શરુ થઇ ગયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) ના નેતા અરવિંદ કેજરીવાલે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનું સમર્થન કર્યુ છે. કેજરીવાલે ઇશારા ઇશારમાં તેને ભાજપનું ચુંટણી સ્ટંટ પણ જણાવી રહ્યા છે. તેમણે ટિવટર પર કહ્યું કે, ચુંટણી પહેલા ભાજપ સરકાર સંસદમાં બંધારણમાં સંશોધન કરે, અમે સરકારનો સાથ આપીશું, નહીં તો સ્પષ્ટ થઇ જશે કે આ ભાજપનો ચૂંટણી પહેલાનો સ્ટટ માત્ર છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજય સભા સાંસદ સંજય સિંહએ પણ મોદી સરકારના આ નિર્ણય પર કટાક્ષ કર્યો. તેમણે ટિવટ કર્યુ આર્થિક રીતે પછાત સવર્ણ જાતિઓ માટે મોદી સરકારે 10 ટકા અનામતનો યોગ્ય ચુંટણી જુમલો છોડી દીધો છે. આવા ઘણા નિર્ણયો રાજયોએ સમય સમય પર લીધા:, પરંતુ પ0 ટકાથી વધારે અનામત પર કોર્ટે રોક લગાવી દીધી. શું આ નિર્ણય પણ કોર્ટ દ્વારા રોક લગાવવા માટે એક નાટક છે? તેમણે આગળ લખ્યું કે, 10 ટકા અનામત માટે બંધારણમાં સંશોધન કરવું પડશે. સરકાર વિશેષ સત્ર બોલાવે અમે સરકારનો સાથ આપીશું. નહીં તો આ નિર્ણય માત્ર ચુંટણી જુમલો સાબીત થશે.
એન.સી.પી.
બીજી તરફ અહેવાલો આવી રહ્યા છે કે શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પણ કેન્દ્રિય કેબીનેટના આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ છે.
કોંગ્રેસ નેતા હરીશ રાવત
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પણ તેને ચુંટણી જુમલો જણાવતા કહ્યું કે તેનાથી મોદી સરકાર બચી નહીં શકે, તેમણે ન્યુઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે, ઘણી વાર કરી દીધી મહેમાન આવતા આવતા આ જાહેરાત ત્યારે થઇ છે જયારે ચુંટણી નજીક છે. તે કંઇપણ કરી લે તેમનું કંઇ નથી થવાનું કોઇપણ જુમલા વહેતા કરે તેમની સરકાર નહીં બચે.
હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ) નાક્ધવીનર હાર્દિકે પટેલે કેન્દ્ર સરકારના ગરીબ સવણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને લોલીપોપ સમાન જણાવ્યો છે. તેણે કહ્યું કે જે રીતે આનંદીબેનની સરકારે લોલીપોપ આપી હતી. તે જ રીતે હવે મોદી સરકાર સમગ્ર દેશને લોલીપોપ આપે છે. અને હવે આખો દેશ લોલીપોપ ચુસશે. હાર્દિકે એમ પણ કહ્યું કે:, જો પાંચેક દિવસમાં આ નિર્ણય પર અમલ ન થયો તો બધું બુમરેંગ થઇને પાછું મોદી પર જ આવશે. પાસ ના નેતાએ કહ્યું કે આ નિર્ણયથી પાટીદાર આંદોલનને કંઇ ફરક નહી પડે તે ચાલુ જ રહેશે.
ઋત્વીજ પટેલ
આ અંગે ભાજપ યુવા મોરચાનાં નેતા ઋત્વીજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ખુબ જ અભુતપુર્વ અને ઐતિહાસિક ચુકાદો છે. કોંગ્રેસ માટે આ એક મોટો તમાચો છે. તેમણે અનામતનાં નામે માત્ર રાજનીતિ જ કરી છે. જ્યારે ભાજપની સરકારે સવર્ણોનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને ન્યાય પણ આપ્યો.
અલ્પેશ કથિરિયા
આ અંગે પ્રતિક્રિયા આપતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, આર્થિક અનામત સંવૈધાનિક રીતે શક્ય નથી. ત્યારે સરકારે આ નિર્ણય કઇ રીતે લીધો તે એક મોટો સવાલ છે. આ માત્ર અને માત્ર ચૂંટણી લક્ષી નિર્ણય છે. જો કદાચ ખરડો પણ લાવે તો તે પાસ થાય અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થાય અને ગેઝેટમાં પ્રસિદ્ધ થાય તેમાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધીમાં 2019ની લોકસભા ચૂંટણી જતી રહે અને મોદી સરકાર ફરી એકવાર સત્તામાં આવી જાય. ત્યાર બાદ આ મુદ્દાને લટકાવી દેવામાં આવશે.