રાજકોટ ક્રિકેટ રમતી વખતે બોલ અડી જતાં 6 શખ્સોએ હથિયાર વડે હુમલો કર્યો, 4 યુવાન ઈજાગ્રસ્ત

રાજકોટ:જિલ્લા ગાર્ડન પાસે સામાન્ય બાબતે માથાકુટ થતાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની વિગત અનુસાર ક્રિકેટ રમતી વખતે બોલ અડી જતા રફિક સહિતના 6 જેટલા લોકોએ હાર્દિક, ઘનશ્યામ, રવિ અને નિલેશ નામના યુવકો પર હથિયાર વડે હુમલો કર્યો હતો. જે બાદ મારામારી સર્જાઈ હતી. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ ઈજાગ્રસ્ત ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે હુમલો કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી તપાસ ચાલુ કરી છે.