ગીર માં ચાલતા ગોરખધંધા નો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે...

  • ગીર માં ચાલતા ગોરખધંધા નો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે...
    ગીર માં ચાલતા ગોરખધંધા નો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે...
  • ગીર માં ચાલતા ગોરખધંધા નો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે...
    ગીર માં ચાલતા ગોરખધંધા નો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે...

સમગ્ર વિશ્વ માં એશિયાટિક સિંહો ના એક માત્ર રહેઠાણ ને લઈ વિશ્વ પ્રસિદ્ધ બનેલ ગીર નું જંગલ છેલ્લા ઘણાં સમય થી ગેરકાનૂની પ્રવૃત્તિ ને લઇ કુખ્યાત બન્યું છે...
અહીં સ્થાનિક જવાબદાર તંત્ર નીમીઠી નજર તળે બેફામ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમતી હોવા ના આક્ષેપો વચ્ચે ગીર ના ફાર્મ હાઉસો માં અનેક વાર ગેરકાયદે પ્રવૃત્તિ ઓ ના કિસ્સા પોલીસ ચોપડે નોંધાયેલ છે...ત્યારે વધુ એક કિસ્સો ગીર માં ચાલતા ગોરખધંધા પર થી પરદો ઉચકી રહ્યો છે...
આ દ્રશ્ય છે...તાલાલા ના હિરણવેલ ગીર ની સિમ માં આવેલ ખાનગી ક્રિષ્ના ફાર્મ ના જ્યાં ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી એ સ્થાનિક તાલાલા પોલીસ ને અંધારા માં રાખી દરોડો પાડતાં આઇપીએલ પર ક્રિકેટ ની સટ્ટો રમતા પોરબંદર ના રાણાવાવ અને જામખંભાળિયા ના જુગુટુઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતાં...
આટલું જ નહીં અહીં આવતા લોકો ને શરાબ ની પણ સવલતો પુરી પડાતી હોય તેમ વિદેશી દારૂ સપ્લાય કરવા આવેલ એક ઈસમ પણ સ્થળ પર થી ઝડપાયો હતો.
બાઈટ : કે.જે.ચૌહાણ ( એલ.સી.બી. - પી.એસ. આઈ. - ગીર સોમનાથ ) વી.ઓ. - ૦૨
પોલીસે આઇ.પી.એલ. નો કલકતા મુબઇ વચ્ચે ની ક્રીકેટ મેચ દરમ્યાન મોબાઇલ ફોનમા ઓન લાઇન એપ્લીકેશન થી અન્ય ગ્રાહકો સાથે સેશન તથા રનફેર ટીમ હારજીત નો રૂપીયા પૈસા થી દાવ લગાવી ક્રિકેટ સટ્ટા રમતા આરોપી નં.
(૧) લખુભાઇ ઘેલાભાઇ મોઢવાડીયા રહે રાણાવાવ,
(૨) નાથાભાઇ જેઠાભાઇ ઓડેદરા રહે રામગઢ તા.રાણાવાવ,
(૩) ડાડુભાઇ સીડાભાઇ જામ ગઢવી રહે જામ ખંભાળિયા,
(૪) પ્રીતેશભાઇ ઉર્ફે પીન્ટુ નારણદાસ હીરાણી રહે જુનાગઢ,
(૫)દર્શનભાઇ દિલીપભાઇ મોદી રહે જામ ખંભાળિયા,
(૬) ભરતભાઇ મેરૂભાઇ ઓડેદરા રહે રાણાવાવ,
(૭) વિવેકભાઇ શીરીષભાઇ જોશી રહે જામ ખંભાળિયા વાળાને રોકડ રૂપિયા ૧,૦૧,૫૦૦/- તથા સ્કોપિયો કાર તથા સાધનો સાહિત્યો મળી કુલ રૂપિયા ૮,૮૮,૪૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત તમામ આરોપીઓ વિરૂધ્ધ તથા ફાર્મ માલીક મનસુખ કુરજીભાઇ કંટારીયા રહે તાલાળા તથા ફાર્મ સંચાલક મહેશ રાજાભાઇ સોલંકી રહે ઉંબા વાળા વિરૂધ્ધ ગુનો નોંધેલ અને આ ઓનલાઇન ક્રીકેટ સટ્ટાની લીંક આપનાર માંડો રબારી રહે જુનાગઢ ગિરનાર દરવાજા વાળો તથા વેરશી ઓડેદરા રહે રાજકોટ વાળાને પકડવા એલ.સી.બી. દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
તેમજ ઉપરોકત આરોપીઓને અટક કરવાની કાર્યવાહી ચાલુ હોય તે દરમ્યાન ફાર્મના રીસેપ્સશન પાસેથી એક ઇસમ થેલા સાથે ઉતાવળે ભાગવા જતા પકડી પાડી તેમનો થેલો ચેક કરતા વિદેશી દારૂની કુલ ૬ બોટલો જેની કી.રૂ.કી.રૂ.૨૪૦૦/- મળી આવતા આ ઇસમ નરેન્દ્રભાઇ હાદાભાઇ નાઘેરા આહીર ઉ.વ. ૩૦ રહે ગાભા તા. તાલાળા વાળાએ ઉપરોકત સટ્ટો રમતા આરોપીઓને દારૂની સગવડ પુરી પાડતો હોય તેના વિરૂધ્ધ પ્રોહીધારાનો ગુનો નોંધવામાં આવેલ છે.