ઓડિયો ટેપ મામલે રાહુલની બોલતી બંધ

નવીદિલ્હી તા.2
રાફેલ વિમાન સોદાને લઇ બુધવારે ફરી એક વખત લોકસભામાં જબરદસ્ત હોબાળો થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ગૃહમાં રાફેલ સોદાને લઇ ચર્ચામાં
ભાગ લીધો. રાહુલ ગાંધીએ આ દરમ્યાન કહ્યું કે થોડીકવાર પહેલાં જ કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે જોડાયેલ ટેપને સંસદમાં ચલાવાની મંજૂરી આપો. ત્યારબાદ જોરદાર હોબાળો થયો અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને રાહુલ ગાંધીને તેની પરમિશન આપી નથી. જો કે નાણાં મંત્રી અરૂણ જેટલી એ પણ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો.
રાહુલ ગાંધીએ ઑડિયો ક્લિપ ચલાવાની મંજૂરી માંગી તો લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તરત ના પાડી દીધી. સુમિત્રા મહાજને કહ્યું કે જો તમે આ ઑડિયો ટેપની પુષ્ટિ કરો છો અને તેની જવાબદારી લેખિતમાં આપો છો તો જ ચલાવી શકો છો. જો કે રાહુલ ગાંધી એ તરત શાણા થઇ કહ્યું કે શું આ ઑડિયો ચલાવાની જગ્યાએ તેની ટ્રાન્સક્રિપ્ટ વાંચી શકે છે. પરંતુ તેને લઇ પણ સુમિત્રા મહાજને પરમિશન આપી નહીં.
રાહુલ ગાંધી દ્વારા ઑડિયો ટેપ ચલાવાની મંજૂરી માંગવા પર નાણાં મંત્રી અરૂણ જેટલી ભડકયા. અરૂણ જેટલી એ કહ્યું કે રાહુલ ગાંધી આ ઑડિયોની પુષ્ટિ કરી રહ્યા નથી. આ જ કારણ છે કે તેઓ આપને આશ્વાસન આપી રહ્યા નથી. ના તો લેખિતમાં તેની પુષ્ટિ કરવા માંગે છે. અરૂણ જેટલી એ કહ્યું કે પાછલા ભાષણમાં જે રાહુલ ગાંધી એ દાવો કર્યો હતો તેને ફ્રાન્સની સરકારે જ ઠુકરાવી દીધો હતો. તેનો મતલબ રાહુલ ગાંધી એક જુઠ્ઠા વ્યક્તિ છે જે સતત ખોટા આરોપો લગાવી રહ્યાં છે.