1984 શીખ રમખાણઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને ફેરવી તોળ્યો, 15 દોષિતની સજા કરી રદ્દ

  • 1984 શીખ રમખાણઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને ફેરવી તોળ્યો, 15 દોષિતની સજા કરી રદ્દ
    1984 શીખ રમખાણઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને ફેરવી તોળ્યો, 15 દોષિતની સજા કરી રદ્દ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 1984 શીખ રમખાણો કેસમાં 15 દોષિતને રાહત આપતા તેમની સજા રદ્દ કરી દીધી છે. સુપ્રીમે તેમને મુક્ત કરતા જણાવ્યું કે, પોલીસ પોતે જ સ્વીકારે છે કે રમખાણો દરમિયાન આ લોકોને કોઈએ જોયા નતી કે કોઈએ તેમની ઓળખ કરી નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, કોઈ પણ પુરાવા વગર હાઈકોર્ટે તેમને સજા કેવી રીતે ફટકારી દીધી. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરીમાં આગ લગાડવી અને શીખ વિરોધી રમખાણો ભડકાવવાના આરોપમાં આ તમામ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જોકે, હવે આ દોષિતો સામે પુરાવા ન હોવાને કારણે સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે 1984 શીખ વિરોધી રમખાણોના કેસમાં લગભગ 83 લોકોને દોષીત ઠેરવવા અને 5 વર્ષની જેલની સજા ફટકારવાના નીચલી અદાલતના ચૂકાદાને યથાવત રાખ્યો હતો. નીચલી અદાલતે ઘર સળગાવવા અને રમખાણો દરમિયાન કરફ્યુના ઉલ્લંઘન કરવા માટે આ લોકોને દોષીત ઠેરવ્યા હતા. દોષિતોએ આ ચૂકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે આ લોકોની અપીલને ફગાવી દીધી હતી અને ત્યાર પછી તમામ દોષીતોએ ચાર અઠવાડિયાના અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આથી, તેમાંથી 15 દોષિતોએ દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.