પોરબંદરમાં પત્નીને ત્રાસ આપી, નામ બદલી બગસરામાં રહેતો આરોપી ઝડપાયો

  • પોરબંદરમાં પત્નીને ત્રાસ આપી, નામ બદલી બગસરામાં રહેતો આરોપી ઝડપાયો
    પોરબંદરમાં પત્નીને ત્રાસ આપી, નામ બદલી બગસરામાં રહેતો આરોપી ઝડપાયો

પોરબંદર,તા.27
પોરબંદરમાં પત્નીને ત્રાસ આપી, નામ બદલી બગસરામાં રહેતો આરોપી ઝડપાયો છે.
ગુજરાત રાજ્યમાં નાસતા આરોપીઓને પકડી પાડવા અંગેની ઝુંબેશ ચાલુ છે, જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલે નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરી હતી. જે અનુસંધાને સ્પેશ્યલ ઓપરેશન ગૃપના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. મણવરએ અલગ-અલગ ટીમો બનાવી ખાનગી રીતે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ લાખાભાઈ વિંઝુડાને હકિકત મળેલ કે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં નાસતો-ફરતો આરોપી મુળ પોરબંદરમાં શ્રી રામ પાર્ક પાછળ, મારૂતિ મીલ પાસે રહેતો રમેશ દાનાભાઈ રાઠોડ બગસરામાં નામ બદલાવીને રહે છે. આથી એસ.ઓ.જી. ની ટીમે અમરેલી જિલ્લાના બગસરા તાબેના પીઠડીયા સાઈટ પર પહોંચી તપાસ કરતા આરોપી રમેશ પોતાનું નામ બદલીને ત્યાં રહેતો હોવાનું અને ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેની અટકાયત કરીને પોરબંદર એસ.ઓ.જી. ઓફિસ ખાતે લઈ આવી ખરાઈ કરતા ગુન્હાના કામે નાસતો-ફરતો આરોપી હોવાથી આ ગુન્હાના કામે અટક કરી પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. મણવર તથા એસ.ઓ.જી. સ્ટાફના એચ.સી. દિલીપભાઈ ઓડેદરા, બટુકભાઈ વિંઝુડા, કિશનભાઈ ગોરાણીયા, મહેબુબખાન બેલીમ, પ્રફુલગીરી અપારનાથી, પી.સી. હરેશભાઈ સીસોદીયા, અશોકભાઈ ગોંડલીયા, દેવેન્દ્રસિંહ ગોહિલ, ડ્રાઈવર સુરેશભાઈ નકુમ, માલદેભાઈ પરમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર પોલીસની જુદી-જુદી શાખાઓની ટીમની સક્રિય કામગીરીથી અનેક ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે તેમની આ કામગીરીને લોકો પણ બિરદાવી રહ્યા છે.